________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१२५ - અન્યતિ वर्ति सूर्यदर्शननोद्यमपास्तमध्यवसातव्यम् । अप्राप्तकारित्वाच्च योग्यदेशव्यवस्थितमेव रूपमागृह्णाति शरीरदेशस्थम् । अप्राप्तकारिता चास्य मनोवदनुग्रहोपघातशून्यत्वात्, न चास्य हुतभुग-जल-शूलाद्यालोकनाद् दहन-क्लेदन-पाटनादयो दृश्यन्ते।
__ आवृताग्रहणात् प्राप्तविषयमिति चेत्, असदेतत्, मनोऽपि हि विष-गराद्यावृतं न गृह्णात्यथ चाप्राप्तकारीति ? स्पर्श-रस-गन्धास्तु योजननवकप्रमिताद् देशादागताः प्रकर्षतः स्पर्शनादिभिः शरीरव्यवस्थितैरुपलभ्यन्ते, स्पर्शन-रसन-घ्राणानां प्राप्तकारित्वात्, प्राप्तकारित्वं चोपघातानुग्रहदर्शनादग्निचन्दनादिभिरवगन्तव्यम्।।
- હેમગિરા ૨૧ લાખ યોજન જેટલા દૂર ક્ષેત્રમાં રહેલા અને સહુથી મોટા દિવસ (કર્ક સંક્રાંતિ)ના ઉદયકાળમાં (= સવારના સમયે) રહેલા એવા સૂર્યને જોવાની શંકા ખંડિત થયેલી જાણવી. (કેમકે સાતિરેક ૧ લાખ યોજનથી દૂરની અભાસ્વર વસ્તુનું રૂ૫ ચક્ષુથી ગ્રાહ્ય ભલે નથી, પણ સૂર્ય વગેરે ભાસ્કર = પ્રકાશક વસ્તુનું રૂ૫ ગ્રાહ્ય હોય તો તેમાં કોઈ બાધ નથી.) શરીરના દેશમાં રહેલી (નેત્ર ઇન્દ્રિય) અપ્રાણકારી હોવાથી યોગ્ય દેશમાં રહેલા જ રૂપને ગ્રહણ કરે છે. વળી આની (= ચક્ષની) અપ્રાપ્તકારિતા મનની જેમ જાણવી, કેમકે તે (મનની જેમ) અનુગ્રહ અને ઉપઘાતથી શૂન્ય છે અર્થાત્ આ આંખનું અગ્નિના દર્શનથી દહન, જળના દર્શનથી ભીંજાવું અને ત્રિશૂલાદિના દર્શનથી કપાવું વગેરે દેખાતું નથી.
પ્રશ્ન : મીંચાયેલી આંખ વિષયને ગ્રહણ કરતી નથી (પણ ખુલ્લી જ આંખો વિષયને જાણે છે તેથી આંખોને વિષય પ્રાપ્ત થાય તો જ તે ચક્ષુ તે વિષયને ગ્રહણ કરી શકે છે એમ સિદ્ધ થાય છે, તેથી તે પ્રાપ્તકારી છે. (મનની જેમ અપ્રાપ્તકારી નહીં.)
ઉત્તર : આ વાત બરોબર નથી, કારણકે વિષ અને ગર = ધીમા ઝેર (અથવા વિષને ગળી જવા) આદિથી આવૃત્ત = શૂન્ય થયેલું મન પણ તે તે વિષયોને જાણી શકતું નથી આમ (આ કારણથી મન શું) અપ્રાતકારી છે ? (ના આ કારણથી મન અપ્રાપ્તકારી નથી ! અનુગ્રહ કે ઉપઘાતને લઈ પ્રાપ્તકારિતા કે અપ્રાપ્તકારિતા સિદ્ધ થાય છે, નહિ કે આવૃત્ત = મિચાયેલાના અગ્રહણથી કે અનાવૃતના ગ્રહણથી.)
ts સ્પર્શનાદિ ત્રણની વિષય - ક્ષેત્રની મર્યાદા ક ઉત્કૃષ્ટ થી ૯ યોજન સુધી સીમિત (૯ યોજન દૂર રહેલા) દેશથી આવેલા સ્પર્શ, રસ અને ગંધ શરીરમાં રહેલી સ્પર્શનાદિ ૩ ઇન્દ્રિયો વડે ગ્રહણ કરાય છે, કારણકે સ્પર્શન, રસન અને ઘાણ આ ૩ ઇન્દ્રિયો પ્રાપ્તકારી છે અને ત્રણેમાં અગ્નિ, ચંદનાદિ દ્રવ્યોથી ઉપઘાત અને અનુગ્રહ દેખાતો હોવાથી પ્રાપ્તકારીપણું જાણવું.