________________
•
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१७
भाष्यम् :- निर्वृत्तिरङ्गोपाङ्गनामनिर्वर्तितानीन्द्रियद्वाराणि, → ગન્ધત્તિ •
निर्वृत्तिः किं रूपेत्यत आह → अङ्गेति (भाष्यम्) । अङ्गोपाङ्गनाम्ना प्रतिविशिष्टेन कर्मभेदेन निर्वर्तितानि = जनितानि = घटितानि, इन्द्रियद्वाराणि = इन्द्रियविवराणि, इन्द्रियशब्देन चात्र भावेन्द्रियमुपयोगरूपं विवक्षितं, तस्येन्द्रियस्य द्वाराण्यवधानप्रदानमार्गाश्वित्राः, शष्कुल्यादिरूपा बहिरुपलभ्यमानाकारा निर्वृत्तिरेका, अपरा त्वभ्यन्तरनिर्वृत्तिः, नानाकारं कायेन्द्रियमसङ्ख्येयभेदत्वादस्य चान्तर्बहिर्भेदो निर्वृत्तेर्न कश्चित् प्रायः, प्रदीर्घ-त्र्यस्रसंस्थितं कर्णाटकायुधं क्षुरप्रस्तदाकारं रसनेन्द्रियम्, अतिमुक्तकपुष्पदलचन्द्रकाकारं किञ्चित् सकेसरवृत्ताकार - मध्यविनतं घ्राणेन्द्रियम्, किञ्चित् समुन्नतमध्यपरिमण्डलाकारं धान्यमसूरवच्चक्षुरिन्द्रियम्, पाथेयभाण्डक - यवनालिकाऽऽकारं श्रोत्रेन्द्रियं नालिककुसुमाकृति चावसेयम्। ભાષ્યાર્થ : નિવૃત્તિ એટલે અંગોપાંગ નામકર્મથી નિર્માણ પામેલ ઇન્દ્રિયના દ્વારો, - હેમગિરા ભાષ્યમાં કહેલા પદોની ભાવના = વિચારણા આ
->
છે ? એના ઉત્તરમાં સંજ્ઞ ઇત્યાદિ ભાષ્યને કહે છે અંગોપાંગ નામના ચોક્કસ કર્મના ભેદથી બનેલા અર્થાત્ નિર્માણ થયેલા = ઘડાયેલા એવા જે ઇન્દ્રિયના દ્વારો = ઇન્દ્રિયના વિવરો છે તે નિવૃત્તિ છે. વળી અહીં (ઇન્દ્રિય દ્વારમાં) ‘ઇન્દ્રિય’ શબ્દથી ઉપયોગ સ્વરૂપ ભાવેન્દ્રિય કહેવી ઇષ્ટ છે, તે ભાવેન્દ્રિયના દ્વારો એટલે અવધાન (= ઉપયોગ) આપવાના માર્ગો ઘણાં છે, તે આ મુજબ → પહેલી બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય એ શબ્દુલી આદિ રૂપે બહાર દેખાતા આકારવાળી છે. બીજી અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય એ બહારથી નહીં દે ખાતી, અંદરમાં રહેલી છે. (આને જ સવિસ્તાર કહે છે →)
મુજબ કરવી → નિવૃત્તિ કેવા પ્રકારની
->
૧. સ્પર્શનેન્દ્રિય : નાનાવિધ આકારવાળી સ્પર્શનેન્દ્રિય છે. કેમકે (તે શરીર વ્યાપી હોવાથી પોતપોતાના શરીરના આકારવાળી હોય છે અને આથી) તેના અસંખ્ય ભેદ છે. આ સ્પર્શનેન્દ્રિયની નિવૃત્તિના પ્રાયઃ કરીને કોઈ આંતર કે બાહ્ય ભેદ નથી.
* રસનેન્દ્રિય આદિના આંતર નિવૃત્તિના આકારો
૨. રસનેન્દ્રિય : લાંબું અને ત્રિકોણ આકારવાળું ખુરપા (= અસ્ત્રા) નામનું કર્ણાટક પ્રાંતમાં પ્રખ્યાત જે શસ્ત્ર વિશેષ છે તેના આકારવાળી રસનેન્દ્રિય છે.
૩. ઘ્રાણેન્દ્રિય : કેસરાઓ (રેસા) સહિતની ગોળાકારવાળી અને મધ્યથી કાંઈક નમેલી ઘ્રાણેન્દ્રિય અતિમુકત (= તાડના અથવા માધવી લતાના) પુષ્પના પાંદડાં અને ચંદ્રક (= મોરની પાંખમાં રહેલ આંખનો આકાર) જેવા આકારવાળી છે.
૪. ચક્ષુરિન્દ્રિય : મધ્યનો પરિમંડલાકાર જેનો કાંઈક ઉન્નત
એવા મસુર ધાન્યના