________________
८४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१३
– હતિ – १“जलकान्तप्रकाराः सर्वे बादरपृथिवीकायभेदा ग्राह्याः।
एते च शुद्धपृथिव्यादयः स्वाकरस्था एव प्रायश्चैतन्यं बिभ्रति, गोमय-कचवरसवितृतापादिसम्पर्कात् तु तचेतना अपि जायन्ते, एषां च बादराणां यत्रैको जीवस्तत्रासङ्ख्येयैर्नियमतो भाव्यम् स्थानमपि चैषां पृथिव्यष्टकाधोलोकपाताल-भवन-नरकप्रस्तरादि, अपरं सूक्ष्मपृथिवीकायाः सर्वलोकव्यापिनः।
उभयेषामपि चैषाममी परमर्षिप्रणीतप्रवचनप्रसिद्धा भेदा वेदितव्याः पर्याप्तकापर्याप्तकशरीरत्रयाङ्गुलासङ्ख्येयभागशरीर-सेवार्तसंहनन-मसूरचन्द्रकॅसंस्थान-कषाय-संज्ञाचतुष्काद्य-लेश्यात्रयस्पर्शनेन्द्रिय-वेदना-कषाय-मारणान्तिकसमुद्घातासंज्ञित्व-नपुंसकवेद-पर्याप्तिचतुष्ट्य-मिथ्यादर्शना
- હેમગિરા - = ચંદન રત્ન (= ચંદન સમાન ગંધ, વર્ણવાળું રત્ન), (૧૧) ઐરિક = ગેરુ રત્ન, (= રૂધિર નામનું લાલવર્ણનું મણિ), (૧૨) હંસગર્ભ = હંસગર્ભ રત્ન (= હંસ રત્ન), (૧૩) પુલક = પુલક રત્ન, (૧૪) સૌગંધિક = સૌગંધિક રત્ન, (૧૫) ચંદ્રકાંત = ચંદ્રકાંત (= ચંદ્રપ્રભ) મણિ, (૧૬) સૂર્યકાંત = સૂર્યકાંત (= રવિપ્રભ) મણિ, (૧૭) વૈડૂર્ય = વૈડૂર્ય રત્ન (= મયૂરના કંઠના વર્ણવાળો મણિ), (૧૮) જલકાંત = જળકાંત (= પાણીના વર્ણવાળો = પાણીમાં લઈને જતાં પાણીના બે ભાગ થઈ જાય તે) મણિ આદિ સર્વે બાદર પૃથ્વીકાયના ભેદો જાણવા.
વળી આ શુદ્ધ પૃથ્વી આદિ જીવો પોતાની ખાણમાં રહેલા હોય ત્યાં સુધી જ પ્રાયઃ ચૈતન્યને ધારણ કરનારા (= સચિત્ત) હોય છે. વળી ખાણમાં જ છાણ, કચરો કે સૂર્યના તાપ આદિના સંપર્કથી વિનષ્ટ ચેતનાવાળા (= અચિત્ત) પણ થાય છે. વળી જ્યાં (= જે સ્થાનમાં) આ બાદર પૃથ્વીકાય જીવોનો (= જીવોમાંથી) એક જીવ હોય ત્યાં નિયમા અસંખ્યાત જીવો હોય છે.
આ બાદર પૃથ્વીકાય જીવોનું સ્થાન ૮ પૃથ્વી તથા અધોલોકના પાતાળ કળશો, અસુર વગેરેના ભવનો અને નરકના પ્રતર વગેરે જાણવા. વળી સૂક્ષ્મ-પૃથ્વીકાય જીવો સર્વ લોકમાં વ્યાપીને રહેલા છે. તથા આ (સૂક્ષ્મ અને બાદર) બંને પૃથ્વીકાય જીવોમાં શ્રી તીર્થંકર પરમાત્મા પ્રણિત પ્રવચનમાં પ્રસિદ્ધ એવા આ ભેદો (= વિશેષતાઓ) જાણવા. તે આ રીતે – પર્યાપ્તક, અપર્યાપ્તક ૩ (ઔદારિક, તૈજસ, કાર્મણ) શરીર, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેવડું શરીર, છેવ સંઘયણ, મસુરની દાળ અને ચંદ્રમા જેવો આકાર, કષાય ચતુષ્ક, સંજ્ઞા ચતુષ્ક તથા કૃષ્ણ, નીલ, કાપોત એમ આઘ ૩ લેશ્યા, સ્પર્શનેન્દ્રિય, વેદના, કષાય અને મારણાંતિક (એમ ૩) સમુઘાત, અસંજ્ઞીપણું, નપુંસકવેદ, ૪ (આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ) પર્યામિ, મિથ્યાદર્શન, અચક્ષુદર્શન, અજ્ઞાન, કાયયોગ, સાકાર અને અનાકાર ઉપયોગ, આહાર આદિ A. વિજાત . B. થોડથ: પતિન? - . . (ઉં. જા.) c. "વન્દ્ર પ્રા. ૫. (ઉં. મા.)T D. °સંનિપુ° પ્રા. ૫. (. જા.)