________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
– સ્થિતિ - च 'नोपहन्तुं शक्याऽतिबहुभिरपि हेतुभिः। अत्र च यथा साकाराद्धायां सम्यमिथ्यादृष्ट्योर्विशेषः, नैवमस्ति दर्शने, अनाकारत्वे द्वयोरपि तुल्यत्वादित्यर्थः।
चक्षुर्दर्शनवदचक्षुर्दर्शनं वाच्यं शेषेन्द्रियविषयम्, अथवेन्द्रियनिरपेक्षमेव तत् कस्यचिद् भवेद् यतः पृष्ठत उपसर्पन्तं सर्प बुद्ध्यैवेन्द्रियव्यापारनिरपेक्षः पश्यतीति।
अवधिदर्शनं तु सम्यग्दृष्टरेव, न मिथ्यादृष्टेः, चक्षुर्दर्शनमेव किल तस्येति पारमर्षी श्रुतिः। केवलज्ञानोपयोगप्रवाहविच्छेदेऽनाकाराद्धा केवलदर्शनमुच्यते स्वाभाविकम्, अनाकारग्रहणकालश्च तत्र नाकर्तुमलमल्पत्वाद् भावात्, न पुनस्तन्नाकरोति, यथा समयमात्रेणागृह्णानः पुमान् घटकमन्य इति न व्यपदिश्यते तद्ग्रहणशक्तियुक्तत्वाद्, अल्पिष्ठकालत्वादशक्तस्तद्ग्रहे तथा भगवानपीति ॥२/९॥
- હેમગિરા ઉત્પન્ન થનારી અને સ્વસંવેદ્ય હોવાથી (કાળ અને પરાવૃત્તિ) ઘણાં બધા પણ હેતુઓ થકી ખંડિત કરવી શક્ય નથી. વળી અહીં જે રીતે સાકારોપયોગના કાળમાં (લબ્ધિને આશ્રયીને) સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિમાં તફાવત છે એ રીતે દર્શનમાં (= અનાકાર ઉપયોગના કાલમાં) કોઈ તફાવત નથી કારણ કે સમકિતી કે મિથ્યાત્વી બંનેને અનાકાર ઉપયોગમાં તો તુલ્યતા હોય છે. ચક્ષુદર્શનની જેમ શેષ (ચક્ષુ સિવાયની) ઇન્દ્રિયવિષયક અચક્ષુદર્શનની પણ વ્યાખ્યા કરવી. અથવા તે અચક્ષુદર્શન કોઈકને ઇન્દ્રિયથી નિરપેક્ષ જ હોય છે કેમકે ઇન્દ્રિયના વ્યાપારથી નિરપેક્ષ પુરુષ પીઠ પાછળથી જતાં સર્પને બુદ્ધિ (= આત્મા) વડે જ જોઈ લે છે.
હું સાકાર - અનાકાર ઉપયોગની સૂક્ષ્મ ભેદરેખા છે ‘અવધિદર્શન તો સમ્યગ્દષ્ટિને જ હોય, મિથ્યાદષ્ટિને ન હોય કારણ કે તે (= મિથ્યાદષ્ટિ)ને (વિર્ભાગજ્ઞાનની અવસ્થામાં પણ) ચક્ષુદર્શન જ હોય’ એવી પરમ ઋષિઓની શ્રુતિ (= વ્યાખ્યા) છે. (અર્થાત્ આ કાર્મગ્રન્થિક મત છે.) કેવલીને કેવલજ્ઞાનના ઉપયોગના પ્રવાહના વિચ્છેદમાં અનાકારોપયોગનો કાળ તે કેવલદર્શન કહેવાય છે અને તે સ્વાભાવિક છે. વળી જે કેવલદર્શન રૂપ અનાકાર ઉપયોગનો કાળ છે તેમાં આકારને ગ્રહણ કરવા માટે કેવળી સમર્થ નથી કેમકે અનાકાર ઉપયોગનો કાળ અત્યંત અલ્પ પરિમાણવાળો છે પણ એનો અર્થ એવો નથી કે ફરી બીજા સમયમાં પણ એ કેવળી ભગવંત તે આકારને ગ્રહણ કરતાં નથી. જેમ એક સમય માત્રમાં ઘટને નહીં ગ્રહણ કરનારો પુરુષ એ અન્ય (= જડ) છે એ પ્રમાણે નથી કહેવાતું કેમકે તે પુરુષ તેને (= ઘટને) ગ્રહણ કરવાની શક્તિથી યુક્ત છે પણ કાળ અત્યંત અલ્પ હોવાથી તેને ગ્રહણ કરવાને સમર્થ નથી. તેમ ભગવાન પણ અનાકાર ઉપયોગના ગ્રહણ કાળમાં આકારને ગ્રહણ કરવાની શક્તિયુક્ત હોવા છતાં કાળ અલ્પ હોવાથી તેને (= આકારને) ગ્રહણ કરવા (= જાણવા)ને સમર્થ નથી. / ૨/૯ ૨. નાણ° પુ. (. મા.) ૨. ક્ષ પ્ર. પુ. (જં.) ૩. વાતw - /