________________
३१६
વ્યવહારિચ વિશેષત્રિયમ
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य-समुदाय-व्यक्त्याकृति-सत्ता-संज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं, व्यवहारं विस्तृतं विद्यात् ।।३।। संस्थानमवयवानां, सत्ता=महासामान्यं, संज्ञादयो=नाम-स्थापना-द्रव्य-भावाः एषां समुदायादीनां निश्चयोविशेषस्तमपेक्षते अभ्युपैति यः स समुदाय-व्यक्त्याकृति-सत्ता-संज्ञादिनिश्चयापेक्षः । कथं निश्चयमेवापेक्षते न समुदायादीनीति ? उच्यते- नहि समुदायस्त्रैलोक्यादिरूपः समुदायिनोऽन्तरेण कश्चिदप्यस्ति, न च व्यक्तिः सामान्य-विशेषरूपा मनुष्य इत्यादिका मनुष्यान्तरेणास्ति, न चाकार आकारवन्तमन्तरेणास्ति, न वा सत्ता सत्तावन्तमन्तरेणास्ति, न वा नामादयो नम्यमानादीनन्तरेण केचन सम्भवन्ति, अनुपलभ्यमानत्वात् व्यवहाराकरणादित्यर्थः विशेपस्तु स्वप्रत्यक्ष इति, तस्मात् स एव सत्य इत्येवं समुदायादिनिश्चयापेक्षस्तं विद्यादिति सम्बन्धः। लोकोपचारनियतमिति । लोके उपचारः गिरिदात इत्यादिकः, तस्मिन् लोकोपचारे नियतं निप्पन्नं व्यवहारनयं विस्तृतमिति उपचरितानुपचरितार्थाश्रयणाद् विस्तीर्णमित्यर्थः, विद्या=अवबुध्येत । ।३ ।।
- હેમગિરા - ભાષ્યાર્થ - સમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા, સંજ્ઞા આદિના નિશ્ચયની અપેક્ષા રાખનાર લોકોપચારમાં નિયત, વિસ્તૃત વિષયવાળા વ્યવહારને વ્યવહારનય તરીકે જાણવો. સમુદાય = સંઘાત, સમૂહ વ્યક્તિ = મનુષ્ય, આકૃતિ = અવયવોનો આકાર. સત્તા = મહાસામાન્ય (વસ્તુ માત્રમાં રહેલ સત્તા-સામાન્ય) સંજ્ઞા આદિ = નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. આ સમુદાયાદિનો નિશ્ચય = વિશેષ. આવા વિશેષની અપેક્ષાવાળો આ વ્યવહાર નય છે,
# સમાન્ય વિશેષ વિના ન હોય & પ્રશ્ન :- નિશ્ચય (વિશેષ)નો જ સ્વીકાર આ નય કરે છે પણ સમુદાય આદિનો કેમ નહીં? ઉત્તર :- ગૈલોક્યાદિ રુપ જે સમુદાય તે કયારે પણ સમુદાયી (સમુદાયમાં રહેનાર ઘટાદિ વિશેષ) વિના ન જ હોય. તેમજ સામાન્ય-વિશેષરૂપ જે મનુષ્યાદિ વ્યક્તિ તે મનુષ્ય-વિશેષ વિના ન હોઈ શકે. આકાર એ આકારવાનું વિના ન હોય. તેમજ સત્તા એ સત્તાવાનું વિના, ન હોય નામાદિ એ નામવાળી વ્યક્તિ વગર ન હોય. ટૂંકમાં સમુદાય, વ્યક્તિ, આકાર, સંજ્ઞા, સત્તા આદિ દ્વા–વિશેષો વિના જાણવાં શક્ય જ નથી.
વ્યવહારમાં તો આવા (ઘટ વગેરે) વિશેષો જ પ્રત્યક્ષ છે. લોક વ્યવહાર એના ઉપર જ નભેલો છે. તેથી આ જ સત્ય છે. તેથી આ નય સમુદાય આદિના વિશેષ (નિશ્ચય)ની અપેક્ષા રાખે છે. (કારિકાના ‘વિદ્ય' પદનો આ સમુદાનિશ્ચયાપેક્ષની સાથે અન્વય કરવો. અર્થાત્ વ્યવહારને સમુદાય આદિના નિશ્ચય=વિશેષની અપેક્ષાવાળો જાણવો.) વળી આ નય લોકના ઉપચાર વિશે નિયત છે. “પર્વત બળે છે”, “કુંડી ઝરે છે' ઈત્યાદિ પ્રયોગો ઉપચાર રુપ છે. હકીકતમાં પર્વત ઉપરના ઘાસ આદિ બળે છે કુંડીમાંનું પાણી ઝરે છે. આવા ઉપચારોમાં તત્પર આ નય છે. વળી 9. “ફિવિનિ* A,BI