SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ • व्यवहारनयाशयोद्घाटनम् एव, अविशेषत्वाभेदत्वानिरूप्यत्वादितश्च नैवासौ भावः खरविषाणादिवत् तस्माद् व्यवहारोपनिपतितसामान्योपनिबन्धनं तु यदेवं यदा द्रव्यं पृथिवी-घटादि व्यपदिश्यते तदेव तत् तदा त्रैलोक्याविभिन्नरूपं सततैसमवस्थितापरित्यक्तात्मसामान्यं महासामान्यप्रतिक्षेपेण संव्यवहारमार्गमास्कन्दतीति । एवंविधवस्तूपनिबन्धनैव च वर्णाश्रमप्रतिनियतरूपा यम-नियम-गम्यागम्य-भक्ष्याभक्ष्यादिव्यवस्था, कुम्भकारादेश्च मृदानयनावमर्दन-शिवक-स्थासकादिकरणप्रवृत्तौ वेतनकादिदानस्य साफल्यम्, अव्यवहार्यत्वाच्च शेषव्योमेन्दीवरादिवदिति । स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् २८१ મવસ્તુ, → હેમગિરા કટનિષ્ઠ સત્તા ભિન્ન એમ નિખિલ પદાર્થનિષ્ઠ સત્તાઓને પરસ્પર ભિન્ન ભિન્ન માનશો તો, સત્તામાં સામાન્ય(સત્તાત્વ)નો અભાવ થઈ જવાથી, સત્તા પોતે અભાવ રુપ બની જશે. કારણ કે તમારા સંગ્રહનયના મતે સામાન્ય રહિત વસ્તુ છે જ નહીં. તેથી સત્તાને પણ સામાન્ય રહિત (માત્ર વિશેષરૂપે) સ્વીકારતાં સત્તા એ અવસ્તુ=અભાવરૂપ બની જશે. અને તેથી આ આભાવ રુપ સત્તા અવિશેષત્વ, અભેદત્વ, અનિરૂપ્યત્વ આદિ રૂપ બની જશે. તેના લીધે ગધેસીંગની જેમ અસરૂપ જ માનવી પડશે. = અવિશેષત્વ=જેમાં કોઈ વિશેષ ઘટ-પટ વ્યક્તિનું વિધાન નથી. અભેદત્વ જેમાં કોઈ પર્યાયાત્મક ભેદ (ઘટ-પટાદિ)નું વિધાન નથી. અનિરૂપ્યત્વ=જે માત્ર સામાન્ય રુપ છે તેથી તેનું ઉચ્ચારણ (વિશેષરુપે નિરૂપણ) ન કરી શકાય. આ પ્રમાણે વસ્તુને માત્ર સામાન્ય રૂપ માનવાથી ઉપરોક્ત વ્યવહાર ઘટતો નથી. તેથી ઘટપટ આદિ (સ્વસત્તાયુક્ત) વિશેષ પદાર્થનો વ્યપદેશ જરૂરી છે, તો જ વ્યવહાર ઉપપન્ન થશે. ...તો વ્યવહાર સાર્થક સિદ્ધ થાય વ્યવહારમાં ઉપયોગી, તથા સામાન્ય સત્તા રુપ કારણની અપેક્ષાવાળું (સંગ્રહ નય વડે સંગૃહીત સામાન્યનું જ વિશેષ તરીકે વ્યવહાર નય વિભાગીકરણ કરે છે) એવું જે કોઈ દ્રવ્ય જ્યારે પૃથ્વી, ઘટ આદિ વિશેષ સ્વરૂપે વ્યપદેશને પામે ત્યારે તેનું તે જ દ્રવ્ય ત્રૈલોક્યથી અભિન્ન સ્વરૂપવાળું (ત્રણ ભુવનના વસ્તુ સમુદાયની અંતર્ગત રહેનારું) સ્વ(ઘટત્વાદિ)-સામાન્યનો પરિત્યાગ કર્યા વગર સતત અવસ્થિત રહેનારું (આ વિશેષ દ્રવ્ય) મહાસામાન્ય (સત્ત્વ-પદાર્થત્વાદિ)નો પરિહાર કરવા વડે વ્યવહા૨ માર્ગને પામે છે. આશય એ છે કે વિશેષથી વ્યવહારની સિદ્ધિ થાય છે. આવા વ્યવહાર માર્ગમાં રહેલી વિશેષ વસ્તુઓને આધીન જ ક્ષત્રિયાદિ વર્ણ, ગૃહસ્થાદિ આશ્રમ, યમ, નિયમાદિ તેમજ ગમ્ય શું ?, અગમ્ય શું ?, ભક્ષ્ય શું ?, અભક્ષ્ય શું ? વગેરે વ્યવસ્થા રહેલી છે. અને આમ વિશેષોને માનવાથી જ કુંભકારાદિ વડે માટીનું લાવવું, ચકરડા પર ચઢાવી લેપવું, શિવક, સ્થાસક આદિ કરવામાં પ્રવર્તવું, તથા વફાદાર ચાકરને વેતન આપવું, સજ્જનને ન્યાય, દુર્જનને દંડ ઈત્યાદિ વ્યવહારની સાર્થકતા સિદ્ધ થાય. અન્યથા (વ્યવહારને ઉલ્લંઘન કરતાં) વસ્તુમાત્ર વ્યવહા૨ને અયોગ્ય થવાથી આકાશપુષ્પની જેમ અવસ્તુ રુપ લેખાય. ૨. હ્રાવિતમશ્વ મુ.(માં.વં.)| ગ્. થયેવ યવ્ યા મુ.(માં.લ.)| રૂ. "તમવ" મુ.(માં.વં.)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy