________________
२६८
ગુમાવે છે નત્યિ ડો
तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ “नाणम्मि दंसणम्मि य एत्तो एगययरम्मि उवउत्ता" (विशेषावश्यक ३०९६ पूर्वार्द्ध)। तथा- “सव्वस्स केवलिस्सवि जुगवं दो नत्थि उवओगो” (वि.३०९६) इत्यादीनि । अथैवं मन्येथाः सूत्राणामेषामन्य एवार्थोऽन्य एवाव्युत्पन्नबुद्धिभिराख्यायत इत्येतदपि तु दुःश्रद्धानम्, यतः 'सर्वसूत्राण्यन्धपुरूषस्थानीयानि सुधिया गृहीतानि शक्नुवन्त्यर्थं ख्यापयितुं, यथा श्वेतो धावतीत्यादि, एवंविधेषु च सूत्रेष्ववश्यमाप्तसम्प्रदाय एवान्वेषणीयो भवति, स चाविच्छेदेनार्थसम्प्रदायः समस्तश्रुतधरादधिकारिणः परिप्लवमानो मुनिपरम्परया यावदद्येत्यागमादविगानेन वारंवारेणोपयोग इति, 'कुतः पुनरयमर्थागमोऽकस्मात् उपयोगवादिनः ? . स्वत एव चेत् प्रेक्षितः स्वमनीषिका सिद्धान्तविरोधिनी न प्रमाणमित्यभ्युपेयते ।। अथागमात् प्रदर्शनीयः तीसौ तस्माद् यत्किञ्चिदेतदिति । अथ मन्यसे साकारोऽनाकार इति
હેમગિરા - મહાપુરુષોથી આવેલી આગમ પરંપરામાં) ઘણા સૂત્રો વારંવાર થતાં ઉપયોગનું જ પ્રતિપાદન. કરે છે. જેમ કે પ્રજ્ઞાપના અને વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે- “જ્ઞાન અને દર્શનમાંથી એકમાં જ જીવ ઉપયુક્ત હોય” તથા “સર્વ કેવળીઓને એક સાથે બે ઉપયોગ ન હોય” વગેરે. એક સાથે જ્ઞાન-દર્શનના ઉપયોગને માનનારાઓ અગર એમ કહેતા હોય કે આ સૂત્રનો અર્થ જુદો જ છે અને વિશેષાવશ્યકમાં નાસમજ-અપરિપક્વ બુદ્ધિથી કરાયેલો (એક સમયે જ્ઞાન અને એક સમયે દર્શનનો) અર્થ અન્યથા જ છે, તો એ વાત પણ દુઃશ્રદ્ધેય છે, અમાન્ય છે. કારણ કે બધા સૂત્રો “અબ્ધ પુરુષ’ના સ્થાને રહેલા છે. જેમ અંધ વ્યક્તિને કઈ દિશાએ ચલાવો એ દેખતા વ્યક્તિનું કાર્ય છે તેમ સૂત્રોના અર્થ દ્રવ્યાદિમુતાબિક કઈ રીતે કરવા એ ગીતાર્યાદિ નક્કી કરે.
* સૂત્રના તાત્પર્યાર્થ સંપ્રદાયથી જણાય છે આ સૂત્ર (આગમો) જો સબુદ્ધિશાળીઓ વડે ગ્રહણ થાય તો જ સત્ય અર્થ શું છે ? તેનું ખ્યાપન થઈ શકે. જેમ કે ગ્રંથોમાં ક્યાંક “સફેદ દોડે છે' એવો પ્રયોગ થયો હોય તો તેનો અર્થ બુદ્ધિશાળી પુરુષ ગુણિમાં ગુણોનો આરોપ કરી, “સફેદ ઘોડો દોડે છે.” એવો તાત્પર્ય-અર્થ કરે, એવા બુદ્ધિશાળીએ કરેલ અર્થ સહુને માન્ય હોય છે. તેવી રીતે સૂત્રો વિશે પણ આપ્તપુરુષોની સંપ્રદાય = આમ્નાય પરંપરા શું છે. તે જાણવી ખૂબ જરૂરી હોય છે.
પ્રસ્તુત ઉપયોગના વિષયમાં આજ સુધી આગમનાં અવિરોધપણે, પ્રધાન અધિકારી એવા સમસ્ત શ્રુતધરો થકી સુવિહિત મુનિ પરંપરા વડે ચાલતી આવેલી અવ્યવચ્છિન્ન અર્થ પરંપરા વારંવાર (એક સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન) ઉપયોગ અંગેની જ છે. છતાં યુગપ૬ ઉપયોગવાદીઓએ નવો અર્થ ક્યાંથી કાઢ્યો ? જો પોતાની રીતે બુદ્ધિથી વિચારીને કાઢ્યો તો તે “સ્વબુદ્ધિ જન્ય વિચાર પણ સિદ્ધાંતને અવિરોધી હોવો જરૂરી છે. જો વિરોધી હોય તો પ્રમાણ ન કહેવાય. જો કોઈ આગમને લઈને એવો (અન્ય) અર્થ કરો છો તો તે દર્શાવો. પણ તે દર્શાવી શકાય તેમ નથી. તેથી યુક્તિમાત્રથી અર્થસિદ્ધિ કરવી ઉચિત નથી પણ સાથે પ્રામાણિક આપ્તપુરુષોના વચનોની સાક્ષી નિર્દેશ પણ જરૂરી છે. તેથી યુગપદ્ ઉપયોગનો સિદ્ધાંત અયુક્ત છે. . વિભુત" TA. ૨, પુનર મુ...( માં) T. ર. દિ.૨૪, ૨૬ /