________________
२४४ •स्तोकाभिधायी सामान्यशब्दः.
तत्त्वार्थाधिगमसूत्रम् १/२४ __भा० *मनःपर्यायज्ञानं द्विविधम्- ऋजुमतिमनःपर्यायज्ञानम्, विपुलमतिमनःपर्यायज्ञानं च ।।२४ ।। ऋजुत्वविपुलत्वकल्पना न साधीयसीति । उच्यते- ऋजुता विपुलता वा ग्राह्यविषया समस्ति, तया ज्ञानस्योपदेशो भविष्यति, या मतिः सामान्यं गृह्णाति सा ऋज्वीत्युपदिश्यते या पुनर्विशेषग्राहिणी सा विपुलेत्युपदिश्यते ऋजु सामान्यमेकरूपत्वात्, विशेषास्तु विविक्ता बहवः ।
यदि सामान्यग्राहिणी ऋजुमतिर्मनःपर्यायज्ञानं प्राप्तं तर्हि मनःपर्यायदर्शनमपि, यस्मात् सामान्यग्राहि दर्शनमिष्यते न चाराधितराद्धान्तैर्मनःपर्यायदर्शनमध्यगायि, आह- यद्यप्येवमुच्यते सामान्यग्राहिणी ऋजुमतिरिति तथाप्यसौ सामान्यभेदरूपमेव परिच्छिनति, यतो बहून् भेदान् न शक्नोति परिच्छेत्तुम् अतः सामान्यग्राहिणी परमार्थतस्त्वसौ विशेषमेकं द्वौ त्रीन् वा गृह्णन्ती प्रवर्तते, अतः स्तोकाभिधायी सामान्यशब्दोऽत्र या तु विशेषान् बहून् गृह्णाति सा विपुलमतिः ।
• હેમગિરા ભાષ્યાર્થ:- મન:પર્યાયજ્ઞાન બે પ્રકારે છે-ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન અને વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન.૨૪ છે. મૂર્ત વસ્તુમાં ઋજુત્વ આદિ વ્યવહાર થાય. જેમ કે સીધી આંગળી, જાડી આંગળી ઈત્યાદિ જયારે જ્ઞાન તો અમૂર્ત છે. તેથી તેમાં ઋજુત્વ કે વિપુલત્વની કલ્પના કરવી બરાબર નથી ?
સમાધાન - ઋજુતા કે વિપુલતા એ જ્ઞાનમાં ગ્રહણ કરાતાં વિષયની અપેક્ષાએ છે. તેવી ગ્રાહ્ય વિષયરૂપ ઋજુતા કે વિપુલતાની અપેક્ષાએ જ્ઞાનનો ઉપદેશ (વિધાન) કરવાના છે, તેથી કોઈ દોષ નથી. જે મતિ સામાન્ય (વિષય)ને ગ્રહણ કરે તે “ઋજુ’ એ પ્રમાણે કહેવાશે અને જે મતિ વિશેષ વિષયનું ગ્રહણ કરે તે “વિપુલ’ એ પ્રમાણે કહેવાશે. ઋજુ એ એક સ્વરૂપવાળુ હોવાથી સામાન્યરૂપ છે. વિપુલ તો બહુસ્વરૂપ હોવાથી વિભિન્ન ભેદવાળુ છે અને વિભિન્ન ભેદવાળુ હોવાથી વિશેષરૂપ છે.
બાજુમતિ મન:પર્યાવજ્ઞાન અંગે દર્શનની ચર્ચા ફ શંકા :- જો સામાન્ય પ્રાણી ઋજુમતિને મન:પર્યાયજ્ઞાન રૂપ કહો છો તો આને જ મન:પર્યાય દર્શન પણ માનવુ પડશે. કારણ કે જે સામાન્યપ્રાહિ છે તે દર્શન કહેવાયું છે. પણ સિદ્ધાંત દષ્ટિને ધારણ કરનારાઓ (સિદ્ધાંત પાક્ષિકો) વડે તો મન:પર્યાય ‘દર્શન' કહેવાયું જ નથી.
સમાધાન :- જો કે ઋજુમતિ સામાન્ય પ્રાહિણી કહેવાય છે, પણ અર્થ આ પ્રમાણે કરવો કે ઋજુમતિ સામાન્ય (અલ્પસંખ્યકો ભેદોને ગ્રહણ કરનારી છે. (નહિ કે સામાન્ય બોધગ્રાહિકા) કારણ કે આ ઋજુમતિ ઘણાં ભેદોને જણવા માટે સમર્થ નથી. એ અપેક્ષાએ સામાન્ય પ્રાહિણી કહી છે. હકીકતમાં તો ઋજુમતિ મન:પર્યાય જ્ઞાન વિશેષ પર્યાયને જ એક, બે અથવા ત્રણાદિ સંખ્યામાં ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. આ પ્રમાણે સામાન્ય” શબ્દ સ્તોકઅર્થનો દ્યોતક છે. જે ઘણાં વિશેષોને ગ્રહણ કરે તે “વિપુલમતિ' મન:પર્યાય જ્ઞાન છે.
ક્ટલાક વળી એવું માને છે કે પ્રજ્ઞાપનામાં મન:પર્યાય જ્ઞાનમાં દર્શનતા કહેવાઈ છે, અને * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૯ ૨. સામાન્ય રાA.I ૨. વાર્થ, યા હું મા.