________________
२४२
• અવસ્થિત વપજ્ઞાનમ્ વેરવત્ • तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ ___ भा० अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतत्याकेवलप्राप्तेरवतिष्ठते, आभवक्षयाद् वा जात्यन्तरस्थायि' भवति लिङ्गवत् ।।२३ ।। भा० उक्तमवधिज्ञानम्। मनःपर्यायज्ञानं वक्ष्यामः ।। यथा महति सरसि स्वच्छवारिभारिणि पूर्णे प्रबलानिलवेगविक्षिप्यमाणजलेऽदभ्रोर्मयः समुपजाताः समासादितरोधेसः शनैः शनै शमं भजन्ते, पुनश्चाभिघातविशेषात् प्रादुःष्यन्ति, अतो यथोर्मयोऽनवस्थिता एवमवधिज्ञानमपीति।
अवस्थितमिति। अवतिष्ठते स्म अवस्थितं, यया मात्रयोत्पन्नं तां मात्रां न जहातीतियावत्, एतदाह- यावति क्षेत्र इत्यादि । यावति यत्परिमाणे क्षेत्रेऽङ्गुलासङख्येयभागादावुत्पन्नमासर्वलोकात् तत इति तस्मात् क्षेत्रान्न प्रतिपतति = न नश्यति, सर्वकालमास्ते कुतोऽवधेर्यावदास्त इति ? उच्यते- आकेवलप्राप्तः, आङमर्यादायाम् । केवलज्ञानं तस्य प्राप्तिः लाभः आकेवलप्राप्तेर्यावत् केवलज्ञानं न प्राप्नोति, प्राप्ते तु केवले छाद्मस्थिकं ज्ञानं व्यावर्तते । अथवा आमरणात् तदाहआभवक्षयात्, भवो मनुष्यादिजन्म यावत् तत्र जीवति तावद् भवति ततः परं न, तस्माद् भवक्षयात्,
- હેમગિરા ભાષ્યાર્થ:- ૬. અવસ્થિત * જેટલા ક્ષેત્ર અંગેનું અવધિ ઉત્પન્ન થયું હોય તે તેટલા ક્ષેત્રનું અવધિજ્ઞાન જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ન જાય અથવા તો એક ભવ સુધી રહે. બીજા ભવોમાં પણ પુરુષવેદ આદિની જેમ સાથે રહે. તે અવસ્થિત અવધિજ્ઞાન કહેવાય. / ૨૩ / આ પ્રમાણે અવધિજ્ઞાન કહેવાયું હવે મન:પર્યાયજ્ઞાનને કહીશું. તરંગો જેવું આ અવધિજ્ઞાન હોય છે. જેમ સ્વચ્છ પાણીથી પૂર્ણ મોટું સરોવર, પ્રબળ વાયુના વેગે ખળભળી જવાથી તેમાં પુષ્કળ તરંગો ઉત્પન્ન થાય અને પવનનો વેગ શાંત થતાં ધીમે ધીમે તે તરંગો શાંત (સમાપ્ત) થઈ જાય. ફરી વાયુના અભિઘાતથી ઉત્પન્ન થાય. એથી આ તરંગો જેમ અનવસ્થિત કહેવાય છે તેની જેમ આ અવધિજ્ઞાન પણ ઉતાર-ચઢાવવાળું હોવાથી અનવસ્થિત જાણવું.
જે ટકી રહે તે અવસ્થિત અર્થાત્ જે માત્રામાં ઉપન્ન થયું હોય તે માત્રાને ત્યજે નહીં. આને જ જણાવતાં યાતિ....' ઈત્યાદિ પદોથી કહે છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા પરિમાણમાં ઉત્પન્ન થનારું અથવા સર્વલોક સુધીમાં ઉત્પન્ન થયેલું આ અવધિજ્ઞાન પોતાના ક્ષેત્રના પરિમાણને છોડતું નથી. કાયમી રહે છે.
પ્રશ્ન :- શું આ અવધિજ્ઞાન સર્વકાળે રહે છે કે કોઈ મર્યાદા છે ?
જવાબ :- “સાવAતેઃ' અર્થાતુ જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ અવધિજ્ઞાન ટકી રહેનારું છે. અહીં “મા” મર્યાદા અર્થમાં છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ છાઘસ્થિક એવું આ અવધિજ્ઞાન રવાના થાય. અથવા બીજી રીતે પણ આની વ્યાખ્યા જાણવી કે જ્યાં સુધી મરણ ન થાય ત્યાં સુધી, અર્થાત્ મનુષ્યાદિના જન્મરૂપે જયાં સુધી અવધિજ્ઞાની જીવે ત્યાં સુધી ૨. “થતિ વી. જે. ૨. રોધસ: : મનજો રાB. | રૂ. મરઘાત મુ.( ) |