________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • क्षिप्रानिश्रितावग्रहमीमांसा.
२०१ ___ भाष्य- क्षिप्रमवगृह्णाति । चिरेणावगृह्णाति। *अनिश्रितमवगृह्णाति निश्रितमवगृह्णाति। कथयति- अल्पमवगृह्णातीत्यनेन, यदा तेषामेव योषिदादिस्पर्शानां यं किञ्चिदेकं स्पर्शमवगृह्णाति अन्यान् सतोऽपि क्षयोपशमापकर्षात् न गृह्णाति तदाल्पम्- एकमवगृह्णातीत्युच्यते। बहुविधमवगृह्णातीति । बढ्यो विधा यस्य स बहुविधः तमवगृह्णाति । बहुविधो नाम स एव योषिदादिस्पर्श एकैकः शीतस्निग्धमृदुकठिनादिरूपो यदाऽवगृह्यते तदा बहुविधं गुणैर्भिन्नं स्पर्शं परिच्छिन्दन् तज्ज्ञानं बहुविधमवगृह्णातीत्युच्यते । यदा तु योषिदादिस्पर्शमेवैकगुणसमन्वितं शीतोऽयमिति वा स्निग्धोऽयमिति वा मृदुरयमिति वेत्येवमवच्छिनत्ति तदा एकविधमवगृह्णातीत्युच्यते । तमेव भूयो योषिदादिस्पर्शमाशु स्वेनात्मना यदाऽवच्छिनत्ति तदा क्षिप्रमवगृह्णातीति भण्यते । ___यदा तु तमेव योषिदादिस्पर्श स्वेनात्मनाऽवच्छिनत्ति बहुना कालेन तदा चिरेणावगृह्णातीत्युच्यते । चिरेणेति बहुना कालेन । अनिश्रितमवगृह्णातीति निश्रितो लिङ्गप्रमितोऽभिधीयते, यथा यूथिकाकु
– હેમગિરા – ભાષ્યાર્થ - શીઘ્રતાથી અવગ્રહ કરે, લાંબાકાળે અવગ્રહ કરે. અનિશ્રિત અવગ્રહ કરે, નિશ્રિત અવગ્રહ કરે.
અલ્પ અવગ્રહ :- જયારે સ્ત્રી આદિના ઘણા સ્પર્શેમાંથી તેવા પ્રકારના કોઈ એક જ સ્પર્શનું પ્રહણ કરે અને ક્ષયોપશમની મંદતાના લીધે અન્ય વિષયો ઉપસ્થિત હોવા છતાં તેઓનું ગ્રહણ ન થઈ શકે ત્યારે આ અલ્પ-એક સ્પર્શને જ ગ્રહણ કરે છે.” એ વિકલ્પ સમજવો.
બહુવિધ અવગ્રહ - ઘણા પ્રકારે અવગ્રહ કરે તે “બહુવિધ અવગ્રહ’ કહેવાય. તે જ સ્ત્રીઆદિ સ્પર્શીમાં શીતળતા, સ્નિગ્ધતા, મૃદુતા, કાઠિન્ય આદિ પ્રકારો જયારે અવગૃહીત થાય ત્યારે બહુ પ્રકારના ગુણોથી ભિન્ન ભિન્ન એવા સ્પર્શને જાણતું તે જ્ઞાન “બહુવિધ અવગ્રહ’ કહેવાય.
એકવિધ અવગ્રહ - યોષિતાદિ સ્પર્શમાં જ્યારે એક ગુણ સમન્વિત અવગ્રહ જ્ઞાન થાય. જેમકે- આ શીત છે, આ સ્નિગ્ધ છે, આ મૃદુ છે, એવું કોઈ એક માત્ર ગુણયુક્ત જ્ઞાન થાય તે જ્ઞાન એકવિધ અવગ્રહ કહેવાય. (અલ્પ અવગ્રહમાં એકમાત્ર દ્રવ્યની વિવિક્ષા હતી જ્યારે અહીં ગુણની = પર્યાયની પ્રધાન વિવેક્ષા છે.)
પ્રિ અવગ્રહ :- તે જ સ્ત્રી આદિના સ્પર્શને જ્યારે (જીવ) આપમેળે શીઘ્રતાથી જાણે ત્યારે ક્ષિપ્ત અવગ્રહ કરે છે તે પ્રમાણે કહેવાય
| ચિર અવગ્રહ - તે જ ઉપરોકત સ્પર્શને જીવ ઘણા સમય વડે જાણે ત્યારે તેને “ચિરકાળ' વડે અવગ્રહણ કરે છે તેમ કહેવાય.
અનિશ્રિત અવગ્રહ :- નિશ્રિત એટલે અમુક નિશાનીઓથી ઓળખાતી વસ્તુ. જેમકે યુથિકા કુસુમ = ચમેલી = જુઈના પુષ્પનો અતિશીતળ, કોમળ અને સ્નિગ્ધાદિ સ્પર્શ જે. પૂર્વે અનુભવાયો *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૦