________________
૬
• ભૂમિકા ૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર
જો આગ હોય. તો વૃક્ષ લીલુંછમ ક્યારેય ન હોય” આ પ્રમાણે પ્રથમ તબક્કે જ પ્રભુ દર્શનથી એમને પ્રભુ સાથે દૃઢ પ્રીત બંધાઈ ગઈ. અને પછી અરિહંત પરમાત્મામાં રહેલી વીતરાગતાના દર્શન એમને અન્ય કોઈ પણ શિવાદિ દેવમાં ન થયા. તેથી હૈયું અરિહંતપ્રભુમાં ઠરી ગયું. શૈવધર્મી મટી તેઓ ચુસ્ત જૈનધર્મી બની ગયા.
આ પ્રમાણે ક્રમશઃ ધર્મમાં આગળ વધતા ઉમાસ્વાતિજીએ ઉચ્ચનાગરી શાખાના શિવશ્રી વાચકના શિષ્ય ૧૧ અંગધારી શ્રી ઘોષનંદિ ક્ષમાશ્રમણની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી ગુરુકુલવાસમાં રહી નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં પોતાના દીક્ષાગુરુ પાસે ૧૧ અંગનો અભ્યાસ કર્યો. ત્યારે એમના ગુરુએ એમને આચાર્યપદથી અલંકૃત કર્યા. આચાર્ય બન્યા પછી પણ અદમ્ય જ્ઞાન પિપાસા હોવાથી ગુર્વાશા પૂર્વક એમણે મહાવાચક ક્ષમાશ્રમણ શ્રી મુંડપાદના શિષ્ય શ્રી મૂલનામના વાચકાચાર્ય (= યુગપ્રધાનાચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિજી) પાસે પૂર્વગત જ્ઞાનના અભ્યાસ માટે ઉપસંપદા સ્વીકારી અને ક્રમશઃ તેઓ પૂર્વધર વાચક થયા. હવે અનિયત વિહાર કરતાં તેઓશ્રી એકવાર કુસુમપુર=પાટલિપુત્ર (વર્તમાન કાળે બિહારસ્થિત પટના) ગામે પધાર્યા. ત્યાં વાચકશ્રીએ ગુરુપરંપરાથી મળેલા ઉત્તમ અરિહંતના વચનોને સારી રીતે સમજીને જગતને, શારીરિક તથા માનસિક દુઃખોથી પીડિત અને મિથ્યા આગમથી નષ્ટ બુદ્ધિવાળા જોઈને અનુકંપા(કલ્યાણબુદ્ધિ)થી આ તત્ત્વાર્થાધિગમસૂત્રની રચના કરી.
૫. ૫૦૦ ગ્રંથોના રચયિતા વાચકશ્રી
પૂ. વાચકશ્રીએ બીજા પણ ૫૦૦ ગ્રંથો રચ્યાં હતાં. એ વાત અનેક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. શ્રી વાદિદેવસૂરિજી મહારાજાએ શ્રી સ્યાદ્વાદ રત્નાકરમાં, શ્રી જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પમાં, પ્રશમરતિની શ્રી હરિભદ્રસૂરિકૃત ટીકામાં તથા અવસૂરિમાં', શ્રી હરિભદ્રસૂરિજીકૃત પંચાશજી ઉપર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીની ટીકામાં, વાદિવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજીકૃત ધર્મરત્નપ્રકરણની સ્વોપજ્ઞવૃત્તિમાં શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજાએ ૫૦૦ ગ્રંથો રચ્યા, એવા સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. તથા સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં તેમજ 9. A. સુમપુર પાટલિપુત્રનામાભિધીયતે। (પૃ. .માં.રૂ૮૬૨ पृ-१०६१ भा-३) B. उमास्वातिवाचकश्च कौभीषणिगोत्रः पञ्चशतसंस्कृतप्रकरणप्रसिद्धस्तत्रैव (पाटलिपुत्रनगरे) तत्त्वार्थाधिगमं सभाष्यं व्यरचयत् । (पाटलिपुरनगरकल्पः ३६ क्रमांक / पृष्ट६९ विविधतीर्थकल्पग्रन्थमध्ये)
-
२. “पञ्चशतीप्रकरणप्रणयनप्रवीणैरत्र भगवद्भिरूमास्वातिवाचकमुख्यैः इति । (स्याद्वादरत्नाकरे १/३ पृष्ठ-४४ पंक्ति-१०),
३. पसमरइपमुहपयरणपंचसया सक्कया कया जेहिं । पुव्वगयवायगाणं तेसिमुमासाइनामाणं ( ),
४. “पूर्वार्द्ध श्री उमास्वातिवाचकः पञ्चशतग्रन्थप्रणेता” (प्रशमरतिप्रकरणस्याज्ञातावचूरौ पृ.१),
५. “ वायगगंथेसु तहा एयगया देसणा चेव (मूल ६ / ४५ ) तथा वाचकग्रन्थेषु वाचकः पूर्वधरोऽभिधीयते स श्रीमानुमास्वातिनामा 'महातार्किकः प्रकरणपञ्चशतीकर्ताऽऽचार्यः सुप्रसिद्धोऽभवत् तस्य प्रकरणेषु (पञ्चाशक वृत्तौ ६ / ४५)
६. “पूर्वगतवेदिना चोमास्वातिवाचकेन प्रणीतवचनोन्नतिहेतुप्रशमरतितत्त्वार्थाद्यनेकमहाशास्त्रेण” (धर्मरत्न प्रकरणवृत्तौ पृ.६६) ७. “उक्तं च वाचकमुख्यैरूमास्वातिपादैः- “कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते । यद् दीयते कृपार्थादनुकम्पा तद् भवेद्
दानम्” ।।१।। “अभ्युदये व्यसने वा यत् किञ्चिद् दीयते सहायार्थम् । तत्सङग्रहतोऽभिमतं मुनिभिर्दानं न मोक्षाय" ।। २ ।। “राजारक्षपुरोहितमधुमुखमावल्लदण्डपाशिषु च । यद् दीयतेऽभयार्थं तदभयदानं बुधैर्ज्ञेयम् ।। ३ ।। " अभ्यर्थितः परेण तु यद्दानं जनसमूहमध्यगतः । परचित्तरक्षणार्थं लज्जायास्तद् भवेद् दानम् ।।४।। “नटनर्तमुष्टिकेभ्यो दानं सम्बन्धिबन्धुमित्रेभ्यः । यद् दीयते यशोऽर्थं गर्वेण तु तद् भवेद् दानम् । । ५ । । “ हिंसानृतचौर्योद्यतपरदारपरिग्रहप्रसक्तेभ्यः यद् दीयते हि तेषां तज्जानीयाद्धर्मा || ६ || “समतृणमणिमुक्तेभ्यो यद् दानं दीयते सुप्रात्रेभ्यः । अक्षयमतुलमनन्तं तद् दानं भवति धर्माय ।।७।। “ शतशः कृतोपकारो दत्तं च