________________
12
તેમાંય વળી ‘તત્ત્વાર્થસૂત્ર' નામક ‘Mall' સિદ્ધસેનીયટીકાની Lighting થી સુશોભિત બની.ત્યારે તો રીતસરનો લોકોનો (વિદ્વાન પુરુષોનો) ધસારો આવી ચડ્યો. આ ધસારાનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે તે માટે જ જાણે કે નૂતન અનુવાદકાર ગણિવર્યશ્રી ઉદયપ્રભવિજયજી મહારાજે તત્ત્વાર્થ ઉ૫૨ ગુર્જર-ભાવાનુવાદ સ્વરૂપ Reception counter ઉભું કર્યુ હોય એવી પ્રતીતિ થાય છે. Reception Counter (=તત્ત્વાર્થ ઉપરના ગુર્જર-ભાવાનુવાદમાં) ઉ૫૨થી એવી સરળ, પ્રવાહી, બાલભોગ્ય શૈલીથી માહિતનું Relay (=નિરૂપણ) થઈ રહ્યું છે. કે જે તત્ત્વાર્થ સૂત્રની સ્પષ્ટતામાં જબ્બર વધા૨ો ક૨શે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તત્ત્વાર્થસૂત્ર તેમ જ સિદ્ધસેનીય ટીકાનો સરળ ભાવાનુવાદ કરવામાં એમણે કરેલ તનતોડ મહેનત, તાડપત્રો તેમ જ હસ્તપ્રતો ઉપરથી સંશોધન કરી શુદ્ધ કરવાનો ઉદ્યમ, લિષ્ટતમ પંક્તિઓને સરળ ભાષામાં રજૂઆત કરવાની તેમની જહેમત વગેરે કાબીલેદાદ છે. આ તો ‘ભૂખ્યાને ઘેબર મળવા' જેવું થયું. શ્રમણ-શ્રમણીઓની જ્ઞાન-પિપાસાને પૂર્ણ રીતે છીપાવી શકે તેવી આ પરબ બાંધીને ગણિવર્યશ્રીએ પોતાના કેવલજ્ઞાનનું Reservation કરાવી જ દીધું છે - એમ કહેવું અસ્થાને નહિ ગણાય.
જૈન ધર્મના ચારેય ફિરકાને સન્માન્ય એવા આ તત્ત્વાર્થધિગમસૂત્ર ઉપર અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, English, Germany ઈત્યાદિ અનેક ભાષાઓમાં અનેક ભાષાન્તરો બહાર પ્રકાશિત થઈ ચૂક્યા છે. પરંતુ ગણિવર્યશ્રી ઉદયપ્રભવિજયજીનો આ પ્રયાસ અનુવાદકારોની દુનિયામાં આગલી હરોળમાં સ્થાન પામી શકે તેવો છે. પંક્તિએ પંક્તિ અનુસરીને, એકેક શબ્દને પકડી પકડી તેમાં રહેલ પદાર્થ-ભાવાર્થ-રહસ્યાર્થ-ઐદમ્પર્યાર્થને પ્રગટ કરવાનો પ્રયત્ન ગણિવર્યશ્રીને તેમ જ તેમના ભાવાનુવાદને એક આગવું, અનૂઠું સ્થાન પ્રાપ્ત કરાવે છે.
આવો વાચકો ! નૂતન સંશોધક, અનુવાદકા૨ ગણિ ઉદયપ્રભવિજયજીને, તત્ત્વાર્થ સૂત્રનો સરળ, હૃદયંગમ ગુર્જર ભાવાનુવાદ કરવા દ્વારા સંશોધન, અનુવાદની દુનિયામાં કરેલ શાનદાર પ્રવેશને, આપણે સહુ અંતરતલમાંથી ઉત્પન્ન થયેલ શુભેચ્છાઓની સાથે હર્ષાશ્રુઓથી વધાવીએ, આવા અનેક પ્રકાશનો રૂપી મોતીઓની પ્રાપ્તિ તેમની પાસેથી શાસનને અવિરત થયા જ કરે કે જેથી શાસનની સાન-બાન-આનમાં અભિવૃદ્ધિ કરી, સ્વ-પરનું કલ્યાણ સાધી, શીઘ્રતયા મુક્તિગતિને પ્રાપ્ત કરે એ જ અરિહંતને અંતસ્તલથી અભ્યર્થના.
તરણ-તારણહાર જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેનું ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં.
શ્રા.સુ.પ
નેમિનાથ જન્મ કલ્યાણકદિન ગોરેગાઁવ, મુંબઈ
લિ. મુનિ યશોવિજયગણિ