________________
८४
• नामस्थापनायाः परमार्थत्वम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- तद्यथा- नामजीवः स्थापनाजीवो द्रव्यजीवो भावजीव इति। अधिगमार्थ प्रतिविशिष्टज्ञानोत्पत्त्यर्थमिति । कथं नाम लक्षणादिवाक्येषु सर्वत्रैवंविधां प्रतिपत्तिं कुर्यात् जिज्ञासुः ? 'उपयोगश्चतुर्भेदः, जीवश्च' इत्यादि, अतोऽधिगमार्थं न्यासः। न्यास इत्यस्य च प्रसिद्धतरेण शब्देन पर्यायेणार्थमाचष्टे- निक्षेप इत्यर्थः। तन्नामादिचतुष्टयं यथा लक्ष्येऽवतरति तथा कथयति- तद्यथा, नामजीव इत्यादि ।
नामैव जीवो नामजीवः, योऽयं जीव इति ध्वनिः, अयं च यस्य कस्यचिद् वस्तुनो वाचकः स नामजीवोऽभिधीयते, वस्तुस्वरूपप्रतीतिहेतुत्वाच्च, वस्तुस्वरूपं शब्दः, तदनात्मकत्वे वस्तुव्यवहारविच्छेदः, तदात्मकत्वाच्च स्तुतौ रागः स्तुत्यस्य, द्वेषश्च निन्दायां द्वेष्यस्य । स्थापनाऽपि वस्त्वात्मतां दर्शयति- स्थापनाजीवो नाम जीवाकारा प्रतिकृतिः सद्भावेऽन्यथाऽसद्भावे तन्निमित्तकश्रेयोभ्युप
- હેમગિરા - ભાષ્યાર્થ :- તેમાં જીવ તત્ત્વનો નિક્ષેપ આ પ્રમાણે (૧) નામ જીવ (૨) સ્થાપના જીવ (૩) દ્રવ્ય જીવ (૪) ભાવ જીવ.
સમાધાન :- અ.-૧. સૂ.-પના ભાષ્યમાં પૂર્વે જે કહ્યું હતું કે “જીવાદિ તત્ત્વોને લક્ષણ અને વિધાનથી સવિસ્તાર કહીશું” તેથી અત્યારે એનો ન્યાસ કરીએ છીએ. આગળ કહેવાતા સર્વ તત્ત્વના લક્ષણ અને વિધાનોમાં સર્વત્ર આ નામાદિ ચારની રચના કરવી. પ્રશ્ન :- આ ન્યાસ સર્વત્ર શા માટે કરવો ? જવાબ :- વિશેષજ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે જિજ્ઞાસુજન કઈ રીતે સર્વત્ર લક્ષણાદિ વાક્યોમાં આવા પ્રકારની નિક્ષેપાદિની પ્રતિપત્તિ (જ્ઞાન) મેળવે ? જેમ કે જીવનું લક્ષણ ઉપયોગ છે, તે ઉપયોગના નામાદિ ચાર પ્રકાર છે અને જીવના પણ ચાર પ્રકાર છે. આ રીતે સર્વ તત્ત્વોનો બોધ મળે તે માટે ન્યાસ જરૂરી છે. ન્યાસનું અત્યંત પ્રસિદ્ધ એવું પર્યાયવાચી નામ નિક્ષેપ છે. નામાદિ ચાર નિક્ષેપા જે રીતે લક્ષ્ય (જીવાદિ તત્ત્વો)માં અવતરણ પામે છે તે રીતે તેને બતાવે છે.
# નામજીવને પીછાણીએ જ (૧) નામજીવ:- નામ એ જ જીવ તે નામ જીવ કહેવાય. “જીવ’ એવો જે આ ધ્વનિ = શબ્દ, તે, જે કોઈ વસ્તુનો વાચક બને તે (આ વસ્તુનો વાચક શબ્દ જ) “નામ જીવ' કહેવાય. આ વાચક શબ્દ પણ વાસ્તવિક છે, મિથ્યા નથી, કારણ કે વસ્તુ સ્વરૂપની પ્રતીતિમાં હેતુભૂત છે. જો આ “નામ” અનર્થ રૂપ હોય તો વસ્તુના વ્યવહારનો વિચ્છેદ થઈ જાય, પરંતુ એવું નથી, આ શબ્દો પણ અર્થ(વસ્તુ)આત્મક હોવાથી રાગ અને દ્વેષ પેદા કરે જ છે. જેમ કે સ્તુતિ કરવા લાયક વ્યક્તિ પ્રત્યે સ્તુતિમય શબ્દોથી રાગ જન્મે છે. તેમજ દુષ્ટમાનવના વિશે નિંદાત્મક શબ્દોથી વૈષ પણ જન્મે છે. સ્થાપના એ પણ વસ્તુ સ્વરૂપ છે મિથ્યા નથી, એ દેખાડતા કહે છે. ૨. તનાત્મ” હું માં..