________________
૭ ૭
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•जीवादिसप्ततत्त्वोद्देशसूत्रम् सूत्रम्- जीवाजीवास्रव-बन्ध-संवर-निर्जरा-मोक्षास्तत्त्वम् ।।१-४॥ भाष्य- जीवा अजीवा आस्रवा बन्धः संवरो निर्जरा मोक्ष इत्येष सप्तविधोऽर्थस्तत्वम् ।
सूरिराह- अत्रोच्यते। अत्र भाष्यगते भवत्प्रदर्शिते तत्त्वशब्दे यदभिधेयं तदियत्तया निवृत्तस्वरूपमुच्यते- जीवा अजीवाश्रव इत्यादिना । समासपदं चैतत् समासपदे च विग्रहमन्तरेण न सुखेन प्रतिपत्तिः परस्मै शक्या कर्तुं इत्यतो विग्रहयति। जीवा अजीवा इत्यादि। ___ जीवा= औपशमिकादिभावान्विताः साकारानाकारप्रत्ययलाञ्छनाः शब्दादिविषयपरिच्छेदिनोऽतीतानागतवर्तमानेषु समानकर्तृकक्रियाः तत्फलभुजः अमूर्तस्वभावाः। एभिरेव धर्मैर्वियुता अजीवाः धर्मादयश्चत्वारोऽस्तिकायाः। आयते यैर्गृह्यते कर्म त आस्रवाः शुभाशुभकर्मादानहेतव इत्यर्थः । बन्धो नाम, तैरास्रवैर्हेतुभिरात्तस्य कर्मणः आत्मना सह संयोगः प्रकृत्यादिविशेषितः । तेषामेवाश्रवाणां
- - હેમગિરા - સુત્રાર્થ - જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ તત્ત્વ છે.પાર-કા
ભાષ્યાર્થ :- જવાબ :- જીવો, અજીવો, આશ્રવો, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આમ આ સાત પ્રકારના અર્થ તે તત્ત્વ છે. એ જીવાદિ છે તે કહેવાઈ ગયું છે છતાં જીવાદિમાં “આદિ પદથી અનેક તત્ત્વોનો આક્ષેપ થઈ શકે છે. આ અનેક એટલે કેટલા તત્ત્વ લેવા ? એ બાબતનો નિર્દેશ પૂર્વ ભાષ્યમાં નથી કર્યો તેથી ચોક્કસ સંખ્યા = ઈયત્તા જાણવા માટે અમે પ્રશ્ન કર્યો છે ?
આનું સમાધાન આપતા આચાર્યશ્રી કહે છે કે તમે શંકામાં દર્શાવેલ “તત્ત્વ' શબ્દમાં જે વિષય કહેવાનો છે તેનું નિશ્ચિત સ્વરૂપ ઈયત્તા થકી અહીં હવેના સૂત્રમાં કહીએ છીએ. પ્રસ્તુત | (ચોથું). સૂત્રએ જીવ, અજીવથી મોક્ષ સુધીનું આખું એક સામાસિક પદ છે. આ પદનો વિગ્રહ ન કરીએ તો બીજાને સુખેથી બોધ ન કરાવી શકાય માટે વાચકશ્રી (ભાષ્યમાં) વિગ્રહ કરે છે.
* જીવાદિના સ્વરૂપને જાણીએ ૧. જીવો :- (૧) – ઔપશમિકાદિ ભાવથી યુક્ત (૨) સાકાર-અનાકાર ઉપયોગ રુપ લક્ષણવાળા (૩) શબ્દાદિ વિષયના પરિચ્છેદ (જ્ઞાન) કરનારા (૪) અતીત - અનાગત - વર્તમાનમાં સમાન કર્તાસંબધી ક્રિયાવાળા તેમજ (૫) તે ક્રિયા (કર્મ)ના ફળને ભોગવનારા (૬) અમૂર્ત સ્વભાવવાળા
જીવો' કહેવાય. (“સમાન કર્તક ક્રિયાવાળા જીવો છે' એમ કહીને તે ભૂત-ભવિષ્ય કે વર્તમાનમાં પોતાના કર્માદિનો કર્તા એક (સ્વઆત્મા) જ હોય છે એમ દર્શાવ્યું અને ક્ષણવિનશ્વરવાદ, ઈશ્વરકર્તુત્વવાદનું નિરસન કર્યું છે.)
૨. અજીવ :- હમણાં કહેલ જીવના લક્ષણ-ધર્મથી રહિત જે હોય તે અજીવ દ્રવ્ય કહેવાય. ધર્માદિ ચાર અસ્તિકાય અજીવ દ્રવ્ય છે. ૩. આશ્રવ :- જેના વડે કર્મનું આવવાનું થાય તે “આશ્રવ', . જુઓ પરિશિષ્ટ-૪, ટિ.-૧૩ . બાઢવો T.BI -.-. Uતવિહ્નિતપાઠ મુ. પ્રતો ન કૃદા (મ.) ૨. ૩૫ ર.BI