________________
(ભૂમિકા-સંશોધકીય ઉમ)
વિદ્ધવર્ય ગણિવરશ્રી,
સાદર અનુવંદના.
શાતામાં હશો.
ભૂમિકા આ સાથે પરત મોકલી રહ્યો છું.
બરોબર વાંચી છે. વિષયને તમે ચાર બાજુથી બરોબર સ્પર્શીને સરસ રજૂઆત કરી છે.
લીટીએ લીટીએ તમારા અથાગ પરિશ્રમના દર્શન થાય છે.
નાદુરસ્ત તબિયતમાં પણ તમે બહુ મોટી શ્રુતસેવા કરી રહ્યા છો.
ખૂબ ખૂબ ધન્યવાદ સહવર્તી બધાને પણ ઘણા ઘણા ધન્યવાદ !
વાંચતાં વાચંતા મને જે સ્ફર્યુ છે તે ત્યાં ત્યાં લખ્યું છે.
એજ,
શ્રાવણ સુદ-૧,સૂરત
લિ.આ. વિજય મુનિચન્દ્રસૂરિ