________________
કાર્ય તો કોણ કરી શકે ? છતાં પણ પૂ. યોગનિષ્ઠશ્રી કેસરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ પૂ.આચાર્ય વિજયશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી ઉદયપ્રભવિજયગણિ એ આ મહાભારત કાર્ય હાથમાં લીધું છે અને મુનિશ્રી યુગપ્રભવિજયજી જેવા મેધાવી સહાયક એમને મળ્યા છે તેથી તેઓ આ મહાભારત કાર્યને સમ્પન્ન કરવામાં જરૂર સફળ થશે એવી આશા રાખવી અસ્થાને નથી.
મુનિવરોએ તેમના કાર્યનો પ્રારંભિક અંશ તેની ભૂમિકા સાથે મારા ઉપર નિરીક્ષણ કરીને કરવા માટે સૂચનો વગેરે માટે મોકલીને ખરેખર મને સ્વાધ્યાયની તક આપી છે તે અનુમોદનીય છે. બંને મુનિવરોએ આ ગ્રન્થના સમ્પાદન અને ભાવાનુવાદ માટે કેવી પ્રચંડ જહેમત ઊઠાવી છે તે તો તેની વિદ્વભ્રોગ્ય વિસ્તૃત ભૂમિકા વાંચતાં જ સમજાઈ જશે. અનેક હસ્તપ્રતોની શોધ, તેના પાઠાન્તર નોંધની ચીવટ અને યથાર્થ ભાવાનુવાદ તૈયાર કરવા માટેની ઉત્સુત્રભાષણ ન થઈ જાય તે રીતે) તેમની સાવધાની અને કાળજી અત્યન્ત પ્રોત્સાહન-સરાહના પાત્ર છે તેમાં કોઈ શંકા નથી. - આવા ઉત્તમ કાર્યના અધ્યયનાદિ દ્વારા સૌ સંવર-નિર્જરાના ભાગી બનો એવી અંતરની શુભ કામના.
લી. ભા.સુ. ૧, જૈનનગર
આવિજય જયસુંદરસૂરિ અમદાવાદ