________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •तत्त्वार्थे विशेषणविशेष्यकल्पना न्याय्या.
४७ विशेष्यकल्पना न्याय्या यथा नीलोत्पलादिषु, इह तु यत् तत्त्वं तन्नार्थं विहायान्यद् भवितु-मर्हति अर्थो वा तत्त्वमन्तरेणेति यदेव तत्त्वं स एवार्थो य एव चार्थस्तदेव तत्त्वमिति पुनरुक्तारेका ।
उच्यते । परमतापेक्षं विशेषणमित्यर्थस्य तत्त्वमुपात्तं, यतः काणभुजमतनिरूपितो बुद्धकपिलाधुक्तश्चार्थो व्यभिचारी, सत्ताद्रव्यत्वादिसामान्यविशेषरूपः परित्यक्तपरस्परस्वात्मा खपुष्पवदसन्नेवेष्यते, नहि विशेषाः सम्भावयितुं शक्याः अन्वयिनैकेन शून्याः, न चास्ति सामान्यं, निर्विशेषत्वात्, इत्यादिदोषसंस्पर्शपरिजिहीर्षया विशेषणमाश्रीयते, तस्यानर्थत्वादेकनयाभिप्रायमात्रत्वादिति, अतो व्यभिचाराद् युक्तं तत्त्वशब्दोपादानम्, स्वमतमप्यङ्गीकृत्यैकनयावलम्बनमनर्थ एवेति तत्त्वशब्देन व्युदस्यते ।।
- હેમગિરા - નીનોત્ત' આમાં “નીલ” ન લખતાં એકલું ‘ઉત્પલ' લખે તો રક્ત-શ્વેતાદિકમલનો પણ અન્વય કોઈ કરી શકે, તેવું ન બને, માટે “નીલ” વિશેષણ જરૂરી છે. તેમજ માત્ર “નીલ” લખે તો ઉત્પલની જગ્યાએ ઘટાદિનો અન્વય કોઈ કરી બેસે માટે “ઉત્પલ' વિશેષ્ય પણ જરૂરી છે. આ રીતે એકાદ પદ ન લખતાં જ્યાં વ્યભિચાર દોષ આવે ત્યાં વિશેષણ-વિશેષ્ય ઉભય જરૂરી છે. પરંતુ અહિં “તત્ત્વાર્થ પદમાં રહેલ જે “તત્ત્વ' અને “અર્થ છે તે બેમાંથી કોઈપણ એક પદ મૂકો તો ચાલી શકે તેમ છે કારણ કે “અર્થ' ક્યારેય તત્ત્વને તજીને રહેનાર નથી અને તત્ત્વ' ક્યારેય “અર્થને તજીને રહેનાર નથી. જે અર્થ છે તે જ તત્ત્વ છે અને જે તત્ત્વ છે તે જ અર્થ છે. (તસ્ = તે અર્થ, વં ભાવ, અર્થનો ભાવ. તે તે અર્થનો ભાવ તે તે અર્થ વિના ન રહે) આથી બેમાંથી એક પુનરુક્ત કહેવાશે?
& “તત્ત્વ” વિશેષણની સાર્થકતા & સમાધાન - અન્ય મતનો વ્યવચ્છેદ કરવા માટે “અર્થ પદ આગળ “તત્ત્વ' એ વિશેષણ લખ્યું છે. કારણ કે કાણભુજ = વૈશેષિક મતકારે, તેમજ બૌદ્ધ, કપિલાદિએ અર્થની જે પ્રરૂપણા કરી છે તે અતાત્ત્વિક (વ્યભિચારી) છે. કારણ કે તેઓએ સત્તા દ્રવ્યત્યાદિ સામાન્ય અને ઘટ દ્રવ્યાદિ-વિશેષ રૂપને એકબીજાથી અત્યંત નિરપેક્ષ માન્યા છે. આવી માન્યતા મુજબનો પદાર્થ માત્ર આકાશ પુષ્પની જેમ અસત્ જ જણાય છે કારણ કે અનેક વિશેષો ક્યારે પણ અન્વયી એવા એક સામાન્ય વિના રહી શકે નહીં.
વળી એકલુ સામાન્ય પણ વિશેષ વિનાનું ન હોય, અને તેમ હોવાથી સામાન્ય-વિશેષ ઉભયનો સાપેક્ષ સ્વીકાર જરૂરી છે આમ ન માનીએ તો અનેક દોષો આવે એવા અનેક દોષોની આપત્તિનો પરિહાર કરવા “તત્ત્વ' વિશેષણનો આશ્રય જરૂરી છે. “તત્ત્વ' એવું જો વિશેષણ ન હોય તો અર્થ” એ અનર્થ રૂપ બને અને નૈયાયિકાદિની જેમ એક જ નયના અભિપ્રાય રૂપ ગણાય તથા તેમ માનવા જતાં ઉપરોક્ત વ્યભિચારાદિ દોષો આવે તેને દૂર કરવા “તત્ત્વ' એ વિશેષણ જરૂરી છે. વળી સ્વ-જિનમતનો પણ અંગીકાર કરી એકાન્ત જો એક નયાવલંબિ વ્યાખ્યા કરે તો તે અનર્થ (અર્ધાભાવ) રૂપ જ છે. આ “અનર્થ'ની તત્ત્વ શબ્દથી બાદબાકી થશે. ૨. “rtતારેવા ર.૨. રૂi .T.I રૂ. gવ તત્ત્વ મુ. (જં.મ.) !