________________
૨૮
•कारणादिभेदस्यान्यथोपपादनम् .
तत्त्वार्थाधिगमसूत्रम् १/१ तावत् सम्यग्दर्शनपर्यायस्याविर्भावः, न पुनस्तदेवानन्तानुबन्ध्याद्यावरणं सम्यग्दर्शनस्य । किं पुनरावरणमिति चेत्, ज्ञानावरणमेव, तावच्चेदं क्षयोपशमं न प्रतिपद्यते यावदनन्तानुबन्ध्यादीनां नोपशमः समजनीति । अनन्तानुबन्ध्याद्युपशमे सति तदुपजायत इत्युपशमसम्यग्दर्शनं भण्यते, स्वावरणक्षयोपशममङ्गीकृत्य क्षयोपशमजमेतदुच्यते, तस्मात् परत उपशमव्यपदेशो न स्वावरणापेक्षया इति।
तथा स्वभावभेदः पूर्वपक्षवादिना योऽभ्यधायि तत्राप्येवं पर्यनुयोगः कर्तव्यः कोऽयमभिलाषो रुचितत्त्वलक्षणोऽन्यो मत्याद्यपायांशं विरहय्येति। एवं विषयभेदोऽपि निराकार्य इति । तस्मात् ज्ञानस्यैव विशिष्टावस्थाऽन्यमतपरिकल्पिततत्त्वनिरासतो जिनवचनोनीतपदार्थश्रद्धानलक्षणा सम्यग्दर्शनव्यपदेशं प्रतिलभत इति न्याय्यम् । इदानीं सूत्रोपन्यस्तसम्यग्दर्शनाद्यवयवानां प्रविभागतः
- હેમગિરા - કર્મ જ છે. એ જ રીતે અહીં સમ્યગ્દર્શનના વિશે પણ અનંતાનુબંધી આદિનો ઉપશમ નિમિત્ત છે. અર્થાત જ્યાં સુધી અનંતાનુબંધીનો ઉપશમ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ નથી થતું પણ આ અનંતાનુબંધી સમ્યગ્દર્શનનું આવરણ નથી. પ્રશ્ન:- તો આવરણ કોણ છે? જવાબ :- “જ્ઞાનાવરણીય કર્મ જ આવરણ છે.” જ્ઞાનાવરણીય કર્મનો આ ક્ષયોપશમ પણ ત્યાં સુધી ન થાય કે જ્યાં સુધી અનંતાનુબંધી આદિ ન ઉપશમે. અર્થાત્ અનંતાનુબંધી ઉપશમ થયે છતે આ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે અને ત્યારબાદ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આને ઉપશમ સમ્યગ્દર્શન કહેવાય.
# ઉપશમજ અને ક્ષયોપશમજ સમ્યગ્દર્શનનો પરિચય & સારાંશ એ નીકળ્યો કે સમ્યગ્દર્શન એ અનંતાનુબંધીના ઉપશમથી ઉત્પન્ન થયું હોવાથી ઉપશમજ સમ્યગ્દર્શન કહેવાશે અને એ જ સમ્યગ્દર્શન પોતાના આવરણ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને આશ્રયીને પેદા થયું હોવાથી “ક્ષયોપશમ જ કહેવાશે. તેથી જો ઉપશમ સમકિતનું વિધાન કરવું હોય તો સ્વાવરણથી પર એવા અનંતાનુબંધીના ઉપશમને આશ્રયીને સમજવું. નહીં કે સ્વાવરણ એવા જ્ઞાનાવરણની અપેક્ષાએ. આ પદ્ધતિએ વિચારતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું આવરણ એક હોવાથી તેઓ વચ્ચે કોઈ કારણ ભેદ ન સંભવે. આ જ રીતે સ્વભાવ ભેદે પણ જે ભેદો પાડવાની વાત અગર કોઈ કરે તો તે પણ ગેરવ્યાજબી છે. ત્યાં પણ સવાલ થાય કે એવી કઈ અભિલાષા રૂપ તત્ત્વની રુચિ છે કે જે મતિજ્ઞાનાદિના અપાય અંશને છોડીને થનારી હોય ? એ જ રીતે વિષયની અપેક્ષાએ પણ દર્શન અને જ્ઞાન વચ્ચેના ભેદનું નિરાકરણ કરવું. આમ સ્વભાવ ભેદ, કારણભેદ કે વિષયભેદ આ બધા ભેદો (દર્શન-જ્ઞાન વિશે) નગણ્ય છે. તેથી અન્ય મતકારોએ કલ્પેલ તત્ત્વોનું નિરસન (ખંડણ) કરવા થકી જિન પ્રવચનના માધ્યમે
१. विषयभेदोऽपि नास्ति, ज्ञाने सर्वपर्यायांशे निरवच्छिन्नप्रकारत्वाभावेनाऽसर्वविषयत्वस्य दर्शने च सर्वपर्यायांशे जिनोक्ततत्त्वातिरिक्तधर्मानवाच्छिन्नप्रकारकत्वेन सर्वविषयत्वस्य परिभाषणात, न च परिभाषाकृतो भेदो वास्तवभेदं व्याहन्तीति। (विशेषार्थिना द्रष्टव्यं श्रीतत्त्वार्थसूत्रस्य उपाध्यायश्रीयशोविजयकृतविवरणम् तथा तस्योपरि श्रीदर्शनसूरि कृतगूढार्थदीपिकानामाविवृत्तिम्) વૃષ્ટ-૧. ૨. તિવિમા મુ..()