________________
३०
•દ્વિવિધતક્ષનિર્ણન
तत्त्वार्थाधिगमसूत्रम् १/१ रबहिर्भदेन, रुचिपरिच्छेदानुष्ठानाख्याः पौरुषेय्यः शक्तयो जीवस्य या समासाद्य व्यपदिश्यते सम्यग्दर्शनीत्याद्यान्तरम् । बाह्यं तु तत्प्ररूपणप्रवणसूत्रशब्दराशिः अन्तर्लक्षणोपकारितया प्रवर्त्तमानः “तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् (१-२)” इत्यादि । विधानत इति भेदतः । ननु च सर्वद्रव्यभावविषया रुचिरेकैव कुतस्तस्याः प्रभेदसम्भवः ?।
उच्यते- सत्यमेका रुचिः, सा तु निमित्तभेदाद् भेदमश्नुते, क्षयक्षयोपशमोपशमलक्षणं सास्वादनवेदकलक्षणं च। तथा चैवोत्पत्तिकारणवशादेकरूपाया अप्युपरिष्टाद् भेदो निदर्शयिष्यते । यतः कस्याश्चित् स्वभाव एव निमित्तम् उत्पद्यमानायाः, कस्याश्चिच्चोपदेशो निमित्तम्, इत्यमुं च पाश्चात्यभेदमाश्रित्य भेदद्वयं विधानतो वक्ष्यति । चकारः समुच्चये। विस्तरेण इति सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमित्येष त्रिविधो मोक्षमार्ग इत्यमुं समासव्याख्याभेदमङ्गीकृत्य इहैव सूत्रे
-હેમગિરૂ ૧. આંતરિક લક્ષણ - જે તત્ત્વરુચિ, તત્ત્વબોધ તેમજ તત્ત્વને અનુરૂપ વર્તન = ચારિત્ર, આ ત્રણને અનુરૂપ પુરુષ સંબંધી શક્તિ વિશેષ કે જેને આશ્રયીને જીવમાં સમ્યગ્દર્શની, સમ્યજ્ઞાની, સમ્યફચારિત્રી ઈત્યાદિ વ્યવહાર થાય છે તે આ શક્તિઓ જ આંતરિક લક્ષણ કહેવાય છે.
૨. બાહ્ય લક્ષણ :- ઉપરોક્ત રુચિ, બોધ, અનુષ્ઠાનોને નિરૂપણ કરવામાં સમર્થ એવા સૂત્રોના શબ્દોનો સમૂહ કે જે આંતરિક - લક્ષણ રૂપ રુચિ આદિ શક્તિઓના.ઉપકારી કારણ તરીકે પ્રવર્તે : છે તે બાહ્ય લક્ષણ કહેવાય છે. દા.ત. - તત્ત્વાર્થશ્રદ્ધાનં સવૅર્શનમ્ (૧-૨) વગેરે સૂત્રો.
જેના દ્વારા વસ્તુને અનેક પ્રકારોથી જણાવાય તે વિધાન. શંકા - સર્વ દ્રવ્ય અને ભાવ જે તીર્થંકર પ્રભુએ કહેલ છે તે દ્રવ્ય-ભાવ અંગેની રુચિ તો એક જ હોય, તેના ભેદ-પ્રભેદ કઈ રીતે હોય કે જેથી “વિધાનતઃ' એમ કહી રુચિના ભેદ કહેવા પડે ? .
સમાધાન - એ વાત સત્ય છે કે રુચિ એક છે, પણ નિમિત્તના ભેદથી ભેદો પડે છે. પ્રસ્તુતમાં ક્ષાયિક, લાયોપથમિક, ઔપથમિક, સાસ્વાદન તથા વેદક એ સમકિતના ભેદો જાણવા. વળી રુચિ એક હોવા છતાં તેની ઉત્પત્તિના વિવિધ કારણોને લઈને તેના અનેક ભેદો પડે છે. જે અમે આગળ જણાવીશું, કારણ કે કોઈને રુચિ = સમકિતની ઉત્પત્તિમાં આત્મસ્વભાવ જ નિમિત્ત હોય છે તો કોઈને ઉપદેશ નિમિત્ત હોય છે, તેથી આ પાછળના આ બે ભેદ (સ્વભાવ-ઉપદેશ)ને આશ્રયી સમકિતના બે ભેદ પડે છે જેને આગળ વિધાન દ્વારથી કહીશું. ભાષ્યનો ' શબ્દ એ સમુચ્ચયના અર્થમાં છે. અર્થાત્ સમક્તિ પ્રાપ્તિમાં સંભવિત સર્વ નિમિત્તોનો સમુચ્ચય (એકત્રીકરણ) કરે છે.
વિસ્તરેન પદનું પ્રયોજન -- “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રિવિધ મોક્ષમાર્ગ છે” એવા આ મોક્ષમાર્ગની ટૂંકી વ્યાખ્યાને અમે આ જ સૂત્રમાં કહીશું. ત્યાં “સમ્યમ્ શબ્દ એ પ્રશંસા અર્થે નિપાતનામ છે,” ઈત્યાદિ વાત સંક્ષેપમાં કરશું. આ જ સંક્ષેપને આશ્રયી આગળ કહેવાતો વિસ્તાર અહીં ‘વિસ્તરે' પદથી અભિમત છે. તે વિસ્તારને “તત્ત્વાર્ધશ્રદ્ધાનં સર્વન"