________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• સૂત્રો પચાસત્તમ્ • भाष्य- तं पुरस्ताल्लक्षणतो विधानतश्च विस्तरेणोपदेक्ष्यामः। उच्यते- सूत्रोपन्यस्तो मोक्षमार्ग इति । मोक्ष इति च ज्ञानावरणाद्यष्टविधकर्मक्षयलक्षणः केवलात्मस्वभावः कथ्यते स्वात्मावस्थानरूपो, न स्थानम्, 'यतो मोक्षस्य मार्गः शुद्धिरुच्यते, न पुनर्धाम्नः शुद्धिर्विवक्षिता, या त्वसौ कर्मणां मुच्यमानतावस्था तच्छोधनायैतानि प्रवर्तन्ते, अथवेषत्प्राग्भारधरणी मोक्षशब्देनाभिधातुमिष्टा, यस्मात् तदुपलक्षितोपरियोजनक्रोशषड्भागो भगवतामाकाशदेशः प्रादेशि दिव्यदृश्वभिराधारः, तस्यायं मार्गः पन्थाः, समस्तप्रत्यपायवियुतः पाटलिपुत्रगामिमार्गवन्मोक्षमार्ग इत्यस्य एष त्रिविध इत्येतद्विवरणम्, एवं सामान्येन सूत्रप्रकाशः प्रत्यपादि ।।।
अधुना परः प्रश्नयति- किमेतावदेव मोक्षमार्गोपदेशनमुत विस्तरेणाप्यस्ति किञ्चिदिति ? अस्तीत्याह । यद्यस्ति किमिति नोच्यते ? आह- तं पुरस्तादित्यादि । तमिति मोक्षमार्गमनन्तरश्रुतं निर्दिशति, पुरस्तादिति अस्मात् सूत्रादुपरितनसूत्रेषु, लक्षणत इति, लक्ष्यतेऽनेनेति लक्षणं, तद् द्विधा आन्त
હેમગિરા - ભાષ્યાર્થ - તે (મોક્ષમાર્ગ)ને લક્ષણથી અને વિધાનથી આગળ વિસ્તારથી કહીશું.
* “મોક્ષમાર્ગના અર્થને સમજીએ # પ્રસ્તુતમાં જે “મોક્ષ'. કહેવાય છે તે જ્ઞાનવરણીયાદિ આઠ કર્મના ક્ષયના સ્વરૂપવાળો, કેવલ આત્મસ્વભાવ રૂપ પોતાના આત્મામાં જે અવસ્થાન તે સ્વરૂપે સમજવાનો છે. આ મોક્ષ કોઈ સ્થાન-ક્ષેત્ર રૂપ નથી, પણ સ્વરૂપાવસ્થાન રૂપ છે. આ જ સ્વરૂપાવસ્થાન રૂપ મોક્ષનો જે માર્ગ તે શુદ્ધિ કહેવાય છે. આ શુદ્ધિ કોઈ સ્થાન વિશેષની નથી. પરંતુ જે આ કર્મથી મુક્ત થવાની અવસ્થા, તે શુદ્ધિ છે અને આ કર્મોની શુદ્ધિના માટે આ સમ્યગ્દર્શનાદિ પ્રવર્તે છે. અથવા તો ઈષપ્રાગ્લારનામની પૃથ્વી એ મોક્ષ શબ્દથી કહેવી ઈષ્ટ છે. કારણ કે એ પૃથ્વીથી ઉપર એક યોજનમાંથી = ચાર કોશમાંથી ત્રણ કોશ પૂરા થયા બાદ ચોથા કોશના છઠ્ઠા ભાગે સિદ્ધ ભગવંતોનું સ્થાન (મોક્ષ) આવેલ છે તેમ દિવ્ય-દષ્ટિવાળા સર્વજ્ઞોએ જણાવેલ છે. તે મોક્ષનો આ માર્ગ એટલે મોક્ષમાર્ગ. “પાટલીપુત્ર જનાર માર્ગની જેમ આ પણ એક માર્ગ છે. આ માર્ગ ત્રિવિધ છે. આ માર્ગ કોઈ પણ પ્રત્યપાય (ઉપદ્રવ) વિનાનો નિર્દોષ છે. આ રીતે સામાન્યથી મૂળસૂત્ર પર પ્રકાશ પાડતા મોક્ષમાર્ગનું વિવરણ કર્યું. હવે અન્ય કોઈ પ્રશ્ન કરે છે કે – શું આટલો જ મુક્તિમાર્ગનો ઉપદેશ છે કે બીજો કોઈ વિસ્તારથી પણ છે ? જવાબ :- વિસ્તારથી પણ છે.
પ્રશ્નઃ-છે, તો કેમ કહેતા નથી? જવાબઃ- (ભાષ્યના ત પદથી હમણાં જ દર્શાવેલ “મોક્ષમાર્ગનો નિર્દેશ કર્યો છે, તે વિસ્તૃત મોક્ષમાર્ગને અમે લક્ષણ અને વિધાનના ભેદથી વિસ્તારપૂર્વક આગળના સૂત્રોમાં કહીશું. જેના વડે વસ્તુ જણાય, ઓળખાય તે લક્ષણ. તે બે પ્રકારના છે. આંતરિક અને બાહ્ય. T. પરિ.૬ ટિ.રૂ.