________________
• तत्त्वार्थाधिगमसूत्रम् १/१ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •
प्रथमोऽध्यायः प्रारभ्यते। સૂત્ર - સચવન-જ્ઞાન-ચારિત્રાળ મોક્ષમા I-. ___टीका- हितोपदेशे च कर्तव्ये निःश्रेयसावाप्त्युपायोपदेशात् नान्यः कश्चिद्धितोपदेश इत्युक्तम्इदमाद्यमनवा मुक्तिपथोपदेशसूत्रं सकलतत्त्वार्थशास्त्राभिधेयमुररीकृत्य प्रावृतत्, द्वादशाङ्गप्रवचनार्थसङ्ग्राहिसामायिकसूत्रवत् । यत इह हि शास्त्रे प्रसङ्गानुप्रसङ्गतस्त्रय एव पदार्थाः सम्यग्दर्शनादयो विमुक्तेः कारणत्वेन निरूप्यन्ते ।
अथ कस्मात् हेतव एव मोक्षस्य कथ्यन्ते ? न पुनः स एव प्रधानत्वादादौ प्रदर्श्यत इति । उच्यते- कारणायत्तजन्मत्वात् कार्याणां कारणमेवोपाददते प्राक् प्रेक्षापूर्वकारिणः। अथवा सत्यमसौ प्रधानः तथापि तु तत्र प्रायो वादिनां नास्ति विप्रतिपत्तिः। यद्यपि भावाभावादिरूपेणास्ति विगानं, तथाऽप्यस्ति तावन् मोक्ष इत्यनादृत्य भावादिरूपतां तद्धेतुषु प्रायो विसंवाद इति मन्यमानः परपरिकल्पितांश्चाहेतूनेव मुक्तेः पश्यन् सम्यग्दर्शनादित्रयमेवोपन्यस्तवान् ।
- હેમગિરા – સુત્રાર્થ - સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે.ll૧-૧
ટીકાર્ય - અવતરણિકા - હિતોપદેશ કરવામાં પરમ સુખ પ્રાપ્તિના ઉપાયોના ઉપદેશને છોડી બીજો કોઈ ઊંચો હિતોપદેશ નથી. તેથી પ્રારંભમાં મુક્તિ માર્ગને ઉપદેશનારું આ પ્રથમ નિરવદ્ય = અવ્યભિચારી = નિર્દોષ સૂત્ર સમગ્ર તત્ત્વાર્થ શાસ્ત્રના વિષયોને આશ્રયી બનાવવામાં આવ્યું છે. જેમ દ્વાદશાંગીરૂપ પ્રવચનના સમગ્ર અર્થનું સારભૂત સંગ્રહ સૂત્ર સામાયિક (કરેમિ ભંતે) સૂત્ર છે, તેમ આ પણ સૂત્ર પ્રસ્તુત ગ્રંથનું સારભૂત સૂત્ર છે. કારણ કે આ જ ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે સમ્યગ્દર્શનાદિ ત્રણ જ પદાર્થો મુક્તિના કારણ તરીકે નિરૂપણ કરાય છે.
ક પ્રથમ મુક્તિના ઉપાયનો ઉપદેશ ૪ શંકા - શા માટે મુક્તિના કારણો જ પ્રથમ નિરૂપણ કરાય છે? પ્રધાન (લક્ષ્ય) તો મુક્તિ છે, તો તેનું જ નિરૂપણ પ્રારંભમાં કેમ ન કર્યું ?
સમાધાન :- કાર્ય ક્યારે પણ કારણને આધીન હોય છે. તે તે કારણોથી જ કાર્યનો જન્મ થતો હોવાથી ચતુર પુરુષો કારણનું નિરૂપણ પ્રથમ કરતા હોય છે. અથવા તો મોક્ષ એ પ્રધાન છે, એ વાત સત્ય છે પરંતુ અન્ય ધર્મીઓને = વાદીઓને પ્રાયઃ એ મોક્ષ અંગે વિરોધ નથી, જો કે મોક્ષ એ ભાવાત્મક છે કે અભાવાત્મક છે તે અંગે વિરૂદ્ધ માન્યતાઓ જરૂર છે છતાં એક નહીં તો બીજા સ્વરૂપે મોક્ષની માન્યતા તો છે જ. પરંતુ જે વિસંવાદ છે તે “મોક્ષના હેતુ’ = ઉપાય અંગે છે. એ બાબતને ધ્યાનમાં લઈ પરતીર્થકોએ કલ્પેલા મુક્તિના હેતુ એ અહેતુ જ છે એવું દર્શાવતાં ગ્રંથકારશ્રીએ સમ્યગ્દર્શનાદિ ત્રણ ઉપાયોનો જ ઉપન્યાસ સર્વ પ્રથમ કર્યો.