________________
संबंधकारिका-टीकालङ्कृतम्
• तीर्थकरस्य गुणवैभवप्रकाशनम् • या शुभकर्मासेवन-भावितभावो भवेष्वनेकेषु। जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीपः ।।११।। ज्ञानैः पूर्वाधिगतै-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः। त्रिभिरपि शुद्धैर्युक्तः, शैत्यद्युतिकान्तिभिरिवेन्दुः ।।१२।। शुभसार-सत्त्व-संहनन-वीर्य-माहात्म्य-रूप-गुणयुक्तः । जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः।।१३।। स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताभ्युद्यताचलितसत्त्वः । अभिनन्दितशुभसत्त्व:, सेन्ट्रैर्लोकान्तिकैर्देवैः ।।१४।। निकर्षभेदवैश्वरूप्यो जीवलोको दृष्टो, नहि कर्मणामलध्यमस्तीति, अतोऽनेकजन्मान्तराभ्यासात् तीर्थकृत्त्वाभिनिर्वर्तिकाभिः दर्शन-तपोयोगाद्युत्तमविशुद्धाभिर्भावनाभिरुपचित-स्फातीकृतपरमप्रकृष्टपुण्यसम्भारातिशयाद्दोषाणामत्यन्तव्यावृत्तेः अनर्थ्यगुणरत्नमहानिधानं परमेश्वरत्वमुपपन्नं भगवत इत्याह “यः शुभकर्मासेवन इत्यादि यावत् “कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम्। पूज्यतमाय
– હેમગિરા - કારિકાથે - અનેક ભવોમાં (અહિંસા સત્યાદિ) શુભ કાર્યોના આસેવનથી ભાવિત બન્યો છે આત્મા જેનો એવા સિદ્ધાર્થરાજાના કુળદીપક (શ્રી વીર પ્રભુ) ઈક્વાકુવંશની જ્ઞાત શાખામાં જન્મ્યા હતાં. /૧૧/જેમ ચંદ્રમામાં શુદ્ધ એવા શીતળતા, પ્રકાશ અને તેજ એ ત્રણ હોય, તેમ પૂર્વના દેવભવથી જ અપ્રતિપાતિ અને શુદ્ધ એવા મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન ગર્ભાવસ્થાથી જ (ભગવાનને) હતાં ૧રા હિતકારી એવા બળ, સત્ત્વ, સંઘયણ, વીર્ય = ઉત્સાહ, માહાભ્ય, રૂપ, અને દાક્ષિણ્યાદિ ગુણોવાળા હોવાથી જગતમાં મહાવીર એવું જેમનું યથાર્થ નામ દેવોએ પ્રસિદ્ધ કર્યું હતું l/૧૩ એવા પ્રભુ વીર જાતે જ તત્ત્વબોધ પામનારા, જીવમાત્રના હિત માટે ઉદ્યમવંત અને નિશ્ચલ એવા સત્ત્વવાળા હતા, તેથી ઈન્દ્રોએ અને લોકાન્તિક દેવોએ તેઓના આ સુંદર પરાક્રમની ઘણી જ પ્રશંસા કરી હતી. ૧૪ સંબંધી) પ્રપંચો જેને એવા કર્મો વડે રચાયેલ ઉંચ-નીચ (ઉત્થાન- પતન, સર્જન-વિસર્જન, વિકાસવિનાશ, સંયોગ- વિયોગ)ના ભેદવાળુ આ વિશ્વનું વિચિત્ર સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય જ છે. આશય એ છે કે કર્મો સ્વભાવે જ સંસારમાં અનેક વૈચિત્ર્ય પ્રસંગો ઊભા કરે છે. કર્મને કાંઈ જ અલંધ્ય નથી. અર્થાત્ સંસારના સર્વ કાર્યક્ષેત્રમાં પ્રાયઃ તે સક્ષમ છે. પ્રસ્તુતમાં પણ અનેક જન્મોના શુભ અભ્યાસથી તીર્થંકરપણાના નિવર્તક (નિર્માપક) એવા સમ્યગ્દર્શન, તપ, સંયમાદિ યોગો તેમજ વિશુદ્ધ ભાવનાઓથી સંચિત થયેલ અત્યંત નિર્મળ પરમ પ્રકૃષ્ટ (પુણ્યાનુબંધી) પુણ્ય સમૂહના અંતિશયના પ્રભાવે દોષોની અત્યંત નિવૃતિ થઈ જવાથી તીર્થકર ભગવાનને અમૂલ્ય ગુણ-રત્નોનું મહાનિધાન એવું પરમેશ્વર (તીર્થકર)પણું પ્રાપ્ત થાય છે. આશય એ છે કે મૈત્યાદિ ભાવપૂર્વકના સંયમને આદરી ઉત્તમ આત્મા આ તીર્થકર લક્ષ્મીને સિદ્ધ કરી શકે છે. તે જ વાતને ૧૧મી કારિકાથી માંડી ૨૧મી કારિકા સુધી કહી છે.
*. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪,૫. ૨. સ્વાતિ 1. ૨. પુપુષ્યસમા પ્રા./