SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ સ્તવ. અનાદિકાળથી અવ્યવહારરાશિમાં રખડતે જીવ “ નદીપાષાણ ગોળન્યાયે વ્યવહારરાશિમાં આવ્યો. ત્યાં પણ અનંતકાળ ૨ખડતા રખડતા ચાર ગતિઓમાં ભવભ્રમણ કરતાં પ્રબળ પુન્યોદયે કમની લઘુતા થતાં ભવિજીવને ક્યાં ક્રમથી આત્મવિકાસ થાય છે તે જણાવતું આ પ્રકરણ છે. તેમાં શ્લોક સ્તવનારૂપ હોવાથી તેને સમ્યફવસ્તવ કહે છે. જીવ નિગોદથી યથાપ્રવૃત્તિકરણ સુધી અને ત્યાંથી અપૂર્વકરણ દ્વારા આગળ વધીને સમ્યકત્વને પામે છે તે સમ્યક્ત્વનાં જુદી જુદી રીતે કેટલા પ્રકારે છે તે સમ્યકત્વ કેટલા ગુણસ્થાનક સુધી સાથે રહે છે તે સર્વ હકીકત જણાવતા મૂળ ૨૫ ક તથા અન્ય મહાપુરુષનાં સાક્ષીપાઠાપૂર્વક આ પ્રકરણ એવું રચાયું છે કે આપણે આપણા માટે સજાગ બનીએ તે આ ક્રમ મુજબ આપણે પણ આત્મવિકાસ કરીને સર્વકલ્યાણનાં ભોક્તા બની જઈએ. श्रीमद्वीरजिनं नत्वा, गुरुश्रीज्ञानसागरम् । श्री सम्यक्त्वस्तवस्याओं, लिखामि लोकभाषया ॥ गुरुपदेशतः सम्यक, किञ्चिच्छास्त्रानुसारतः । वृद्धपरंपराज्ज्ञात्वा, क्रियते बोधिसंग्रहः ।। અર્થ -શ્રી વીરજિનેશ્વરને તથા શ્રી જ્ઞાનસાગરગુરુને નમસ્કાર કરીને, સમ્ય પ્રકારે ગુરુના ઉપદેશથી, શાસના અનુસારે અને વૃદ્ધપરંપરાથી કાંઈક જાણીને હું બેધિના સંગ્રહરૂપ આ સમ્યકત્વ સ્તવને અર્થ ગુજરાતીમાં લખું છું. ભાવાર્થઆ સમ્યકૃવસ્તવ પ્રકરણમાં સમક્તિની પ્રાપ્તિ કેમ થાય, તેનું વિશદ વિવરણ કરવામાં આવેલ છે. પ્રથમ સૂત્રકારની ગાથા : जह सम्मत्तसरूवं, परूवियं वीरजिणवरिंदेण । तह कित्तणेण तमहं, पुणामि सम्मत्तसुद्धिका ॥१॥ અર્થ-જેમ સમ્યકત્વનું સ્વરૂપ શ્રીવીરજિનેશ્વરે કહ્યું છે તે જ રીતે વર્ણન કરવા દ્વારા સમ્યક્ત્વની શુદ્ધિ માટે વીર પરમાત્માની હું સ્તુતિ કરું છું ભાવાથ-સમ્યકત્વના ઉપશમ, ક્ષાયિક, ક્ષયપસમાદિ પ્રકારે છે, તે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાના ઉપાયે વિરપરમાત્માએ અનેક દર્શાવેલ છે. તે ઉપાયેના સેવનથી ક્ષાયિક સમ્યફવની પ્રાપ્તિ થાય તે માટે પરમાત્માની સ્તવના કરી ગ્રંથકાર મંગલાચરણ કરે છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy