________________
૨
પ્રકરણ રત્નાવલી ववहारनएण इम, उक्कोसपयावि इतिया चेव ।
जं पुण उक्कोसपयं, निच्छइयं होइ तं वुच्छं ॥ ९ ॥ અર્થ—વ્યવહારનયથી આ ઉત્કૃષ્ટ જાણવા. એટલે ઉત્કૃષ્ટ પદ પણ ગેળા જેટલા જ જાણવા. પરંતુ નિશ્ચયનયથી જે ઉત્કૃષ્ટપદ થાય છે, તે હવે કહું છું. - ભાવાર્થ-વ્યવહારનયથી સામાન્યપણે ઉપર બતાવ્યું તે ઉત્કૃષ્ટ પદ જાણવું, એટલે ખંડગોળા સિવાયના દરેક ગોળામાં ઉત્કૃષ્ટપદ હેવાથી ઉત્કૃષ્ટ પદની સંખ્યા પણ ગોળા જેટલી જ અસંખ્યાતી છે. હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કયું? તે આથી સમજાયું નહીં, કારણ કે-છ દિશાના સ્પર્શવાળા સર્વે ગળામાં ઉત્કૃષ્ટ પદ છે, માટે નિશ્ચયથી કર્યું ઉત્કૃષ્ટપદ લેવું? તે આગલી ગાથામાં કહે છે. ઉત્કૃષ્ટપદ નિશ્ચયથીઃ
बायरनिगोयविग्गह गइयाई जत्थ समहिया अन्ने ।
गोला हुज्ज सुबहुया, निच्छइपयं तदुक्कोसं ॥ १० ॥ અર્થ—જ્યાં બાદર નિગોદ તથા અન્ય વિગ્રહગતિ આદિના જ અધિક હોય, તેવા ઘણા ગોળાએ હોય છે, તેમાં નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ જાણવું, ભાવાર્થ-નિગદ બે પ્રકારની છે -
નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર તે સાધારણું વનસ્પતિકાય બે પ્રકારે છે(૧) સૂક્ષમ સાધારણ વનસ્પતિકાય અને (૨) બાદર સાધારણ-વનસ્પતિકાય. સૂથમ સાધારણ વનસ્પતિકાયના જે શરીર–સૂમ નિગદ તે ચૌદ રાજલોક વ્યાપી છે. બાદર સાધારણ વનસ્પતિકાયના જે શરીર તે બાદર નિગોદ છે. તે કંદમૂળાદિ જાણવા.
તે બાદર નિગોદ નિયત સ્થાનવત છે. તે નિરાધારપણે રહી શકતી નથી, પણ પ્રત્યેક બાદર પૃથ્વી આદિ જીવના શરીરને આધારે રહે છે.
બાદર નિગોદો પૃથ્વી આદિ સ્વસ્થાને ઉપજી શકે છે તેમ જ રહી શકે છે, પણ સૂમ નિગોદની જેમ સર્વત્ર નથી.
હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કેવી રીતે થાય? તે કહે છે-જ્યાં સૂફમનિગદના સમૂહથી ઉત્પન્ન થયેલ ગોળા હોય, ત્યાં જે બાદર નિગોદો અવગહેલા હોય, વળી ત્યાં સૂક્ષમ નિગોદના છ સજાતીય અથવા વિજાતીય નિગદમાં ઉત્પન્ન થતા હોય એટલે સૂક્ષમ નિગદના જીવો સૂક્ષમ નિગોદમાં અથવા બાદર નિગોદમાં તેમજ બાદર નિગોદના જી સૂક્ષમ નિગોદમાં અથવા બાદર નિગદમાં ઉત્પન્ન થતા હોય કે વાટે વહેતા હોય, વળી બીજા પણ પૃથ્વીકાયાદિ જી ભવાંતરમાં વિગ્રહગતિ અથવા જુગતિએ ગમન કરતા હોય, વળી ત્યાં સૂક્ષમ પૃથ્વીકાયાદિ તે પહેલા જ હોય આ સર્વ સંયોગ જે સ્થાને એકઠા થાય ત્યાં નિશ્ચયનયથી ઉત્કૃષ્ટપદ જાણવું.