________________
૩૦
પ્રકરણ રત્નાવલી' અર્થ–સાતમી નરકના નારકી અને તેઉ વાયુ ત્યાંથી નીકળીને અનંતર મનુષ્ય. પણું પામતા નથી, તથા સર્વે અસંખ્યાત વર્ષને આયુવાળા યુગલિકે પણ મનુષ્ય પણું પામતા નથી. ૧૮૪.
पलिओवमाणि तिन्नि अ, ठिई अ उक्कोसओ अ मणुआणं ।
શતા કાશ, માળ સુવિ૬ ૨ મgarm | ૨૮૧ | અર્થ–મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અંતમુહૂર્તનું હોય છે તથા મનુષ્યનું મરણ સમુદ્રઘાતવડે અને સમુદ્રઘાત વિના એમ બે પ્રકારે હોય છે. ૧૮૫.
उबट्टिऊण गच्छंति, सवनेरइअतिरिअमणुएसु ।.
सव्वेसु सुरेसुं तह, केइअ पावति निव्याणं ॥ १८६. ॥ અર્થ મનુષ્યમાંથી નીકળીને સાતે નરકમાં, તિર્યંચમાં, મનુષ્યમાં અને સર્વ જાતિના ડેમાં ઉત્પન્ન થાય છે તથા કેટલાક નિર્વાણને પણ પામે છે. ૧૮૬.
चउरागईआ मणुआ, पंचगइआ य सिद्धिगइसहिआ ।
લિન શોણિજોડી-રિમાળા હૂંતિ શા ૨૮૭ | . અથ–મનુષ્ય ચાર આગતિવાળા અને સિદ્ધિગતિ સહિત પાંચ ગતિવાળા હોય છે, સંખ્યાથી સંખ્યાતા કટાકેટિ પ્રમાણુવાળા અને પ્રત્યેક શરીરવાળા હોય છે. ૧૮૭ ૪ દેવ :
भवणवदवाणमंतर-जोइसवेमाणिआ सुरा चउहा । .
दस सोले पंच दुन्नि अ, भेआ देवाण य हवंति ॥ १८८ ॥ અર્થ—હવે દેવનું સ્વરૂપ કહે છે-ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વિમાનિક એમ ચાર પ્રકારના દેવ હોય છે. તેને અનુક્રમે દસ, સોળ, પાંચ અને બે ભેદ છે. ૧૮૮.
अपजत्ता पज्जत्ता, दुविहा देवा हवंति अपजत्ता ।
उप्पत्तिकालि अ पजत्ति नामकम्मोदया नेआ ॥ १८९ ॥ . અર્થ...તે દેવો અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ બે પ્રકારના હોય છે. તેમાં અપથતા ઉત્પત્તિકાળે હોય છે, પણ તેને પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જાણવા. ૧૮૯
नारयदेवा तिरिमणुअ गन्मजा जे असंखवासाऊ । __एए उ अपज्जत्ता, उववाए चेव बोधव्वा ॥ १९० ॥
અર્થ-નારકી, દેવ અને અસંખ્યાતા વર્ષને આયુષ્યબળા ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય આ સર્વને ઉત્પત્તિ સમયે જ અપર્યાપ્તા જાણવા ૧૯૦.