________________
૩૧૦
પ્રકરણ રત્નાવલી અથવા જે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ યથાપ્રવૃત્તકરણરૂપ અધ્યવસાયવિશેષથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ હીન કેડાર્કડિ સાગરોપમ પ્રમાણ સાત કર્મની સ્થિતિ કરીને, અપૂર્વકરણવડે દુર્ભેદ ગ્રંથિ ભેદીને, અનિવૃત્તિકરણવડે અંતમુહૂર્ત કાળમાં દવા યોગ્ય મિથ્યાત્વમોહનીય દલિના અભાવરૂપ અંતરકરણ કરે છે. તે જ્યારે કરે, ત્યારે મિથ્યાત્વમોહનીય કર્મની સ્થિતિ બે પ્રકારની થાય છે. તેમાં પહેલી, વેદાતી એવી અંતર્મહત્ત પ્રમાણ નાની સ્થિતિ અને બીજી અંતરકરણની ઉપરની મેટી સ્થિતિ.
અંતમુહૂર્ત પ્રમાણ પહેલી સ્થિતિને વેદીને અંતરકરણના પહેલે જ સમયે મિથ્યાત્વદલિકના ઉદયનો અભાવ થવાથી તે જીવને પશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અથવા ઉદ્વલિત કરેલ છે સમ્યક્ત્વ અને મિશ્રના પુંજ જેણે એવા મિથ્યાષ્ટિને પણ પ્રાપ્ત થાય છે
___एवं च लद्धेणं उवसमिअसम्मत्तेणं ओसहविसे सकप्पेणं मयणकोदवकप्पं मिच्छत्त: . मोहणीअं विसोहिज्जमाणं तिहा भवइ, तंजहा-सुद्धं १ अद्धविसुद्धं २ अविसुद्धं ३ च । एए अ सुद्धाइआ पुंजा तत्तसद्दहणउदासीणत्तविवरीअसद्दहणजणणाओ जहांकम सम्मत्त १ मीस २ मिच्छत्त ३ रूवा भण्णति
એ પ્રમાણે પ્રાપ્ત થયેલા ઔષધ વિશેષરૂપ ઉપશમસમ્યકત્વથી મદનકેદ્રવ સમાન મિથ્યાત્વમેહનીયના દળીયાને વિશુદ્ધ કરતાં તે દળીયાં ત્રણ પ્રકારના થાય છે. તે આ પ્રમાણે શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અવિશુદ્ધ. તે શુદ્ધાદિ પુંજ તસ્વસહણ, ઉદાસીનતા અને વિપરીત સહણને ઉત્પન્ન કરે તેવા હોવાથી અનુક્રમે સમતિ, મિશ્ર અને મિથ્યાત્વરૂપ કહેવાય છે.'
__ जयाणं सुद्ध पुंजे उदेइ तया खओवसमिश्र सम्मत्तं भण्णइ ॥ उइण्णस्स मिच्छत्तस्स खयाओ अणुइण्णस्स उवपमाओ ॥ इहं च मिच्छत्तमीसपुंजे सुद्धपुंजे च पडुच्च विक्खं. भिओदयत्तं अवणीयमिच्छत्तसहावत्तं च उवसमे दव्वे ॥ . .
જ્યારે તે ત્રણ પુંજમાંથી શુદ્ધપુંજ ઉદયમાં આવે છે, ત્યારે ક્ષાપશમિક સમિતિ કહેવાય છે, તેમાં ઉદીર્ણ મિથ્યાત્વને ક્ષય અને અનુદીને ઉપશમ હોય છે. અહીં (ક્ષપશમ સમક્તિમાં) મિથ્યાત્વ અને મિશ્રપુજના ઉદયને રોકી દેવારૂપ અને શુદ્ધપુંજમાંથી મિથ્યાત્વસ્વભાવને દૂર કરવારૂપ ઉપશમ જાણવે.
खइ पुण खीणाणताणुबंधिकसायस्स पुंजतिगे खीणे हवइ ॥ खाइअस्स आरंभगा संखिज्जवासाउआ मणुअ च्चिअ नायव्वा
ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ પુંજને ક્ષય કરવાથી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેના આરંભક સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય જાણવા.
૧ શુદ્ધ પુંજ તત્વશ્રદ્ધા ઉત્પન્ન કરે છે, અર્ધશુદ્ધ પુંજ ઉદાસીન રાખે છે અને અશુદ્ધ પુંજ વિપરીત શ્રદ્ધા ઉત્પન્ન કરે છે.