SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર: ૩૦૫ અનુભત રસવાળા (જેનું ફળ ભોગવાઈ ગયું છે એવા) કર્મયુગલોનું જે પરિશાટન (આત્માથી છૂટા પડવું) તેને નિર્જરા કહી છે. તેના સકામાં અને અકામા એમ બે પ્રકાર કહ્યા છે. અકામ નિર્જરા સર્વ અને હોય છે. तथाहि-एगिदिआइआ तिरिआ जहासंभवं छेअभेयसीउण्हवासजलग्गिछुहापिवासाकसंकुसाईहिं, नारगा तिविहाए वेअणाए, मणुआ छुहापिवासावाहिदालिद्दचारगनिरोहाइणा, · देवा परामिओगकिब्बिसिअत्ताइणा असायवेअणीअं कम्ममणुभविउं परिसाडिति त्ति तेसि अकामनिज्जरा ॥ તે આ પ્રમાણે- એ કે ક્રિયાદિ તિયાને યથાસંભવ છેદન, ભેદન, શીત, ઉષ્ણ, વર્ષા, જળ, અગ્નિ, સુધા, તૃષા, કશ (ચાબુક) અને અંકુશ ઈત્યાદિ વડે, નારકીને ત્રણ પ્રકારની (ક્ષેત્ર સંબંધી, પરમાધામી સંબંધી અને અન્ય કૃત એવી) વેદનાવડે, મનુષ્યને સુધા, પિપાસા, વ્યાધિ, દારિઘ અને ચારકનિરોધ (કેદખાનામાં પડવું) વિગેરેથી અને દેવોને પરની સેવા અને કિલિબષિક્તા વિગેરેથી અસાતા વેદની કમ અનુભવાય છે અને તેથી તેને (કર્મ) પરિશાટ થાય છે, તેને અકામનિર્જરા સમજવી. सकामनिज्जरा पुण निज्जराहिलासीणं अणसण १ ओमोअरिआ २ भिक्खायरिआ ३ रसच्चाय ४ कायकिलेस ५ पडिसलीणया ६ भेअं छविहं बाहिरं, पायच्छित्तं १ विणय २ वेआवच्चे ३ सज्झाय ४ झाण ५ काउसग्ग ६ मे छविहमभंतरं च तवं तवेताणं ॥ નિર્જરાના અભિલાષી જીવોને અનશન ૧, ઊદરી ૨, ભિક્ષાચર્યા ૩, રસત્યાગ ૪, કાયફલેશ ૫ અને પ્રતિસલીનતા ૬-એમ છ પ્રકારના બાહ્ય તથા પ્રાયશ્ચિત્ત ૧, વિનય ૨, વૈયાવૃત્ય ૩, સ્વાધ્યાય ૪, ધ્યાન ૫, અને કાર્યોત્સર્ગ ૬-એમ છ પ્રકારના અત્યંતર કુલ બાર પ્રકારને તપ કરવાથી સકામનિર્જરા થાય છે. તે તપનું વર્ણન નીચે પ્રમાણે છે ઉપવાસ, છ, અદ્રમાદિ તપ કરશે તે અનશન ૧, આહાર કરતાં ઓછું ખાવું તે ઊદરી ૨, સર્વ વસ્તુને સંક્ષેપ કરે, ઓછી વાપરવી, ચૌદ નિયમ ધારવા તે વૃત્તિસંક્ષેપ ૩, છ વિનયમાંથી એક, બે કે તેથી વધારે વિનયને દરરોજ ત્યાગ કરવો તે ૧. ઈચ્છાપૂર્વક બાર પ્રકારનાં તપવડે જે થાય તે સકામનિર્જરા. ૨. ઈચ્છા વગર કષ્ટાદિક સહન કરવાવડે જે થાય તે અકામનિર્જરા. ૩. અન્યત્ર આને વૃત્તિક્ષેપ તપ કહ્યો છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy