________________
૨૮૨
પ્રકરણ રત્નાવલી મમરા, મહુવા, ચણા, દાળીઆ, મગ વગેરે તથા ખજૂર, ખારેક, નાળીએર, બદામ, દ્રાક્ષ, કાજુ વગેરે મે, કેરી, ચીભડાં, તરબૂચ, ખડબુજ વગેરે ફળશેરડી વગેરે, તથા કેઠવડી, આમળા ગંઠી, આંબાગોળી, કોઠીપત્ર, લીંબુઈ પત્ર વગેરે ખાદિમમાં ગણાય છે, તે દુવિહારમાં કલ્પ નહિ.
૪ સ્વાદિમ–વસ્તુઓના નામ સૂંઠ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમે, જાયફળ, જાવંત્રી, કાથે, ખેરવટી, જેઠીમધ, કેશર, નાગકેશર, તમાલપત્ર, એલચી, લવિંગ, બીડલવણ, અજમેદ, પીપરીમૂળ, ચીણિકબાબા, મેથ, કાંટાએલીઓ, કપૂર, હરડાં, બેડાં, બાવળની છાલ, ધાવડીની છાલ, ખેરની છાલ, ખીજડાની છાલ તથા તેના પત્ર, સોપારી, હીંગ, જવાસામૂળ, બાવચી, તૂળશી, કચૂર, તજ, સંચળ, પુષ્કરમૂળ, તથા તંબેળ (નાગરવેલનું પાન), વરીયાળી, સુવા ઈત્યાદિ સ્વાદિમ પદાર્થો દુવિહારમાં કપે છે. આમાંથી જીરૂ અને અજમાને કેટલાક આચાર્યો ખાદિમમાં પણ ગણે છે.
તથા મધ, ગોળ, ખાંડ ને સાકર પણ સ્વાદિમમાં ગણાય છે, પરંતુ એ તૃપ્તિ કરનાર હોવાથી દુવિહારમાં કર્યું નહિ.
આ ચારે ભેદમાં જણાવેલી બધી વસ્તુ ભક્ષ્ય જ છે. તેમ જાણવું નહિ. માત્ર વસ્તુસ્વરૂપનિરૂપણ કર્યું છે.
૫ અણહારી–વસ્તુઓનાં નામ-લીંબડાનાં પાંચ અંગ (પત્ર, છાલ, કાષ્ઠ, ફળ, ફૂલ વગેરે), ગોમૂત્ર વગેરે મૂત્ર, ગળો, ક, કરી આતુ, અતિવિષ, ચીડ, રાખ, હળદર, ઉપલેટ, વજ, હરડા, બેડા ને આમળા સમભાગે હોય તે, બાવળની છાલ, ધમાસે, નાહી, આસંધિ, રીંગણી, એળીઓ, ગૂગળ, બોરડી, કચેરી, ખેરમૂળ, કુંઆર, મઠ, બળ, ચિત્રક, કુંદરૂ, ફટકડી, ચીમેડ, થુઅર (ર) આકડો ઈત્યાદિ જે વસ્તુઓ અનિષ્ટ સ્વાદવાળી હોય તેને અણહારી જાણવી.
આમાંની કેટલીક વસ્તુ સ્વાદિમમાં પણ ગણાય છે.