SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી श्री जीवाभिगम संग्रहणी । પરમ કરૂણાસાગર, સર્વ જીવોને સંસારનાં દુઃખથી મુક્ત કરાવી અને પરમોચપદ અપાવવાની ભાવનાવાળા તીર્થકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાને ગણધર ભગવતેને ગણધર પદ પર સ્થાપીને ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ પદને ઉપદેશ આપે અને શ્રી ચતવિધ સંધની સ્થાપના કરી, તે ત્રણ પદમાંથી બીજબુદ્ધિના સ્વામી ગણધર ભગવંતોએ ટૂંક સમયમાં જ ૪૫ આગમની રચના કરી જેમાં દૃષ્ટિવાદ અંગમાં ૧૪ પૂર્વ પણ આવી જાય. તે ૪૫ આગમમાં ૧૧ અંગ. ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૪ મૂળ ૬ છેદ, નંદિ, અનુગ છે. તેમાં જીવાભિગમ નામના ઉપાંગનાં સારભૂત આ પ્રકરણમાં જીવોનાં સામાન્યથી ( એકેન્દ્રિયબેઈન્દ્રિય ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય-નરક-તિર્યચ-મનુષ્ય અને દેવનાં) ભેદ બતાવીને તેની ઓળખાણ કરાવી છે. તે બધા જીવોની સામાન્યથી પણ સંપૂર્ણ જાણકારી થાય તે માટે શરીરઅવગાહના-સંધયણ વિગેરે ૨૩ કારોનું વર્ણન કર્યું છે. અંતે સર્વ જેનું અ૫ બહત્વ બતાવેલ છે. આ રીતે રરર ગાથામાં સરળતાથી સમજી શકાય તે રીતે પદાર્થોનું નિરૂપણ કરેલ છે. लद्धजयलच्छिसारो, विसमत्थनिवारणो महासत्तो । समइक्कसुसंतोसो, जयइ जिणिदो महावीरो ॥ १ ॥ અથ–જયલક્ષમી (મેક્ષલક્ષમી)ના સારને પામેલા, વિષમાર્થને નિવારવામાં • મહાસત્ત્વવાળા અને પ્રત્યેક સમયે ત્રણે કાળના સર્વ ભાવને જાણીને પરમ સંતોષી બનેલા એવા શ્રી મહાવીર જિનેન્દ્ર જ્યવંતા વતે છે. ૧. जीवाभिगमोवंगे, नव पडिवत्तीउ हुंति जीवाणं । तासिं किंपि सरूवं, निअबोहत्थं परूवेमि ॥ २ ॥ અર્થ-જીવાભિગમ ઉપાંગમાં જીવ અંગે નવ પ્રતિપત્તિઓ કહેલી છે. તેનું કાંઈક સ્વરૂપ મારા પોતાના બોધને માટે કહું છું. ૨. ___ आइमपडिवत्तीए, दुविहा जीवा समासओ भणिआ । पढमा थावररूवा, तसा य इयरे विणिद्दिट्ठा ॥ ३ ॥ પહેલી પ્રતિપત્તિમાં સંક્ષેપથી જીવના બે પ્રકાર કહ્યા છે (૧) સ્થાવરરૂપ અને (૨) ત્રસરૂપ. ૩.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy