________________
૧૬૭
શ્રી વિચાર સપ્તતિકા
ભાવાર્થ –અન્ય આચાર્યને મતે ચારે વિદિશામાં દરેક દધિમુખના આંતરામાં બે બે રતિકર પર્વત છે. કુલ બત્રીશ રતિકર નામના પર્વત ઉપર પણ એક એક ચૈત્ય હેવાથી એકંદર બાવન ચૈત્ય છે.
દરેક ચૈત્યના દરેક દ્વારમાં * ૧ મુખમંડ૫, ૨ પ્રક્ષામંડપ, ૩ ચૈત્યસ્તૂપ, ૪ ચૈત્યવૃક્ષ, ૫ મહેન્દ્રવજ, ૬ પુષ્કરિણી, (વાવ) એ છ પદાર્થો રહેલા છે.
તેમાં મુખમંડપ અને પ્રેક્ષામંડપ સે જન લાંબા, પચાસ એજન પહેલા અને સોળ જન ઊંચા છે. ત્યતૂપ સેળ જન લાંબા અને સેળ જન પહોળા છે.
ચૈત્યક્ષ અને મહેન્દ્રવજની પીઠિકાઓ આઠ જન લાબી પહોળી છે (જીવાભિગમ ઉપાંગનાં આધારે) પુષ્કરિણી વાવે સે જન લાંબી પહોળી અને દશ જન ઊંડી છે.
આ પર્વત ઉપરની વાવમાં મત્સ્ય વિગેરે જળચર પ્રાણીઓ છે એમ પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે. ( આ પ્રમાણે વશ સિદ્ધાયતનોનું સ્વરૂપ ઠાણાંગસૂત્રમાં અને જીવાભિગમસૂત્રમાં કહ્યું છે. રતિકર૫તેનું વર્ણન -
नंदी विदिसि चउरो, दसिगसहस्सा पिहुच्च पाऊहे ।
झल्लरिसरिस चेइअ, रइकर ठाणंगिसुत्तम्मि ॥ ६५ ॥ અર્થ:-નંદીશ્વરદ્વીપની ચારે વિદિશામાં ચાર રતિકર પર્વત છે, તે પર્વત પણ ચૈત્યો સહિત, દશહજાર એજન પહેળા, દશહજાર યોજન લાંબા, એકહજાર
જન ઊંચા અને અઢીસે જન ભૂમિની અંદર, તથા ઝલ્લરી નામના વાજિંત્ર જેવા વર્તુલાકારે છે. આ સર્વ હકીકત ઠાણાંગસૂત્રમાં કહેલી છે. | ભાવાર્થ -પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથને અનુસાર તે ચાર વાવેના આંતરામાં બે બે રતિકરપર્વતે રહેલા છે. આ પ્રમાણે એક દિશામાં ચાર વા હેવાથી આઠ રતિકરપર્વ છે. એક દિશામાં જેમ છે તેમ જ બીજી ત્રણ દિશામાં હોવાથી સર્વે મળીને બત્રીશ રતિકર પર્વત સિદ્ધાયતન સહિત છે.
ગાથાર્થમાં જણાવ્યા મુજબ ચાર રતિકર પર્વતનું તથા અન્ય આચાર્યના મતે અત્રીશ રતિકર પર્વતનું એક સરખું જ પ્રમાણ છે.
આ પર્વતે નીચે તળેટીએ તથા ઉપર શિખરે દશહજાર જન સરખા પહેળા હવાથી ઝલ્લરી નામના વાજિંત્ર જેવા વર્તુલાકારે છે.