________________
૧૨૨ -
પ્રકરણ રત્નાવલી पुक्खरवरे ऽवि एवं, चउत्थठाणंमि नवरि संखगुणा ।
एसुं संहरणेणं, सिझंति समा यसमगेसु ॥ ३५ ॥ અર્થ -પુષ્કરાર્ધમાં પણ ધાતકીખંડની જેમ જાણવું પણ એટલું. વિશેષ છે કે ચોથા સ્થાનમાં એટલે હેમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણ જાણવા. હિમવંતાદિ પર્વતમાં તો દેવાદિના સંહરણથી સિદ્ધ થાય છે. ધાતકીખંડ અને પુષ્પરાર્ધમાં બાકી રહેલા સમાન પર્વત અને ક્ષેત્રમાં સિદ્ધની સંખ્યા સમાન જાણવી.
ભાવાર્થ-હિમવંતાદિ પર્વતમાં મનુષ્યની ઉત્પત્તિને અભાવ હોવા છતાં પણ દેવાદિના સંહરણથી સિદ્ધ થાય છે. અને એ રીતે શિખરી આદિ પર્વતેમાં પણ સમજવું.
ઘાતકીખંડ અને પુષ્કરાઈ માં રહેલા બાકીના ક્ષેત્ર પર્વતમાં આ રીતે - જેમકે હેમવંતક્ષેત્ર જેટલા ઐરણ્યવત ક્ષેત્રમાં, દેવકુફ જેટલા ઉત્તરકુરૂમાં અને હિમવત પર્વત જેટલા શિખરી પર્વતમાં અને મહાહિમવંત જેટલા રૂમિપર્વતમાં સિદ્ધ થાય છે. સર્વક્ષેત્ર અને તેનું સાથે અલ્પાબહત્વ –
जंबुनिसहंत मीसे, जं भणि पुव्वमहिअ बीअहिमे । दु ति महहिम हिमवंते, निसढ महाहिमव बिअहिमवे ॥ ३६ ॥ तिअनिसहे बिअकुरुसुं, हरिसु अ तह तइअ. हेमकुरुहरिसु ।
दु दु संख एग अहिआ, कम भरह विदेह तिग संखा ॥ ३७॥ અર્થ -બે સમાનક્ષેત્ર અને બે સમાન પર્વતવાળા જંબૂદ્વીપમાં નિષધપર્વત સુધી જેમ પ્રથમ કર્યું છે તેમજ જાણવું. તેથી બીજા ધાતકીખંડના બે હિમવંતપર્વતમાં વિશેષાધિક, તેથી બીજા ઘાતકીખંડને બે મહાહિમવંતપર્વતમાં સંખ્યાતગુણાં, તેથી ત્રીજા પુષ્કરાઈને બે હિમવંતપર્વતમાં સંખ્યાતગુણ, તેથી બીજા ધાતકીખંડના બે નિષધ પર્વતમાં સંખ્યાતગુણ કે વિશેષાધિક. | (સાડત્રીશમી ગાથામાં બે બે સંખ્યાતગુણા અને એક વિશેષાધિક એમ કહેલ છે એ ક્રમ પ્રમાણે તે વિશેષાધિક જોઈએ પણ ટીકામાં દશમા સ્થાનમાં સંખ્યાતગુણા લખેલ છે.)
તેથી ત્રીજા પુષ્કરાઈના બે મહાહિમવંતપર્વતમાં સંખ્યાતગુણ, તેથી બીજા ઘાતકીખંડના બે હૈમવંતક્ષેત્રમાં વિશેષાધિક, તેથી ત્રીજા પુષ્કરાઈના બે નિષધપર્વતમાં સંખ્યાતગુણ, તેથી બીજા ધાતકીખંડના બે હરિવર્ષક્ષેત્રમાં વિશેષાધિક, તેથી ત્રીજા પુષ્પરાર્થના બે હેમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી ત્રીજા પૃષ્ઠરાઈના બે દેવકુરૂમાં સંખ્યાતગુણ, તેથી ત્રીજા પુષ્પરાર્ધના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિક. એમ બે બે સંખ્યાતગુણા અને એક વિશેષાધિક જાણવા. અનુક્રમે ભરતવિકમાં અને મહાવિદેહત્રિકમાં સંખ્યાતગુણ જાણવા.