________________
૯૬
પ્રકરણ રત્નાવલી અર્થ—-બીજી નરકથી સાતમી નરક, તથા સનકુમાર દેવલથી અનુત્તર વિમાન જનાર તથા આવનાર મનુષ્યની જઘન્ય સ્થિતિ બે થી સુધી વર્ષની અને ઉત્કૃષ્ટ ક્રેડ પૂર્વની હોય છે.
ભાવાર્થ -રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને જેઓ ગર્ભ જ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તેમની સ્થિતિ જઘન્યથી બે થી નવ માસની હોય છે. અર્થાત્ તેટલા કાળની અંદર તેઓ કાળધર્મ પામતા નથી અને તેના શરીરનું જઘન્ય પ્રમાણ બે થી નવ અંગુલનું . હોય છે. તેમની ઉત્કૃષ્ટથી સ્થિતિ ક્રોડ પૂર્વ વર્ષની છે અને તેમના શરીરનું માન ઉત્કૃષ્ટ પાંચસો ધનુષનું હોય છે.
જેઓ શરાપ્રભાદિ પાંચ નરકભૂમિમાંથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેમની
જઘન્યસ્થિતિઃ-બે થી નવ વર્ષ. ઉત્કૃષ્ટ સ્થિતિ -૧ ક્રોડ પૂર્વ વર્ષ. જઘન્ય શરીર પ્રમાણઃ-બે થી નવ હાથ. ઉત્કૃષ્ટ શરીર પ્રમાણુ -પાંચસો ધનુષ.
જેઓ ભવનપતિ, વ્યંતર, તિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવકથી આવીને ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તેમની
જઘન્યસ્થિતિ -બે થી નવ માસ. ઉત્કૃષ્ટ સ્થિતિ -૧ કોડ પૂર્વ વર્ષ. જઘન્ય શરીર પ્રમાણ:-બે થી નવ અંગુલ. ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ-પાંચસે ધનુષ.
જેઓ સનસ્કુમારથી આરંભીને અનુત્તર વિમાન સુધીના દેવલોકથી ચવીને ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તેમની
જઘન્યસ્થિતિઃ -બે થી નવ વર્ષ. ઉત્કૃષ્ટસ્થિતિ -૧ ક્રેડ પૂર્વ વર્ષ. જઘન્ય શરીર પ્રમાણ:-બે થી નવ હાથ.
ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ-પાંચસો ધનુષ.. (૩) પુદગલી અને અપુદગલી વિચાર -
धम्माधम्मागासा, जीवा कालो य खायगं चेव ।
सासायण उवसमियं, अपुग्गलाई तु एआई ॥ २८ ॥ અર્થ—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જવ, કાળ, ક્ષાવિકભાવ, સાસ્વાદનભાવ અને પશમિકભાવ એ આઠ અપગલિક છે.