________________
અંતઃપૂર્વક અભિનંદન
જે ભૂમિ પર જગડુશા દાનવીરોએ જન્મ લીધો છે એ દાનના દિવ્ય આભૂષણથી જે દીપતી ભાવનાની ભવ્યતાથી ભાગ્યશાળી બનેલી, શિયળનાં શણગારથી શોભતી, તપના તેજથી તપતી એવી સૌરાષ્ટ્રની કામણગારી ભૂમિ પર ચંગા નામનું છે ગામ ધન્ય ધન્ય બન્યું છે.
જીવનમાં સદ્ગણોનું ભર્યું ડોનેશન, ચારિત્રનું વિકસાવ્યો ગુલશન, કેવળજ્ઞાનનું મેળવજો લાઈશન,
એવા છે મારા અંતરના કાંગ્રેગ્યુલેશન. આપનામાં જ્ઞાનગરિમા અને સંયમ સાધનાના માનવીય ગુણો જીવનની ગૌરવ ગાથા બની રહો. આપનો પંથ નિર્મળ રહે, ત્યાગભરી આપની સંયમ યાત્રા મંગલમય બની રહો. આપનો પુરુષાર્થ પંથ સદા ઝળહળતો રહે. આપ જીવનની આબાદીમાં, સાધનાની સિદ્ધિમાં, અષ્ટ પ્રવચનની પટુતાની પ્રસિદ્ધિમાં આગેકદમ ભરો. આપના જીવનમાં ચારિત્રની ચાંદની નિર્મળતાનાં નક્ષત્રો, સમતાનો સૂર્ય, ગુણોનો ગ્રહો અને તત્વજ્ઞાન તારલીયારૂપ જયોતિષચક્ર ઝળહળતું રહો, આપના આચારનું દર્શન અનેકને ઉપકારી બની રહો. આપની આરાધના આપને એકાવનારી બનાવે. આપની ભવ્ય ભાવના ભગવાન બનાવે. આપની સાધના શાશ્વત સિદ્ધિ અપાવે. ભલી ભાવના અને ક્રિયાની કિનારી આપના ચારિત્રને અનેરો ઓપ આપે. ઉભયકુળની ઉજ્જવળતા સાથે યશકીર્તિમાં વધારો કરે.
આપ જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપમાં ખૂબ ખૂબ આગળ વધો. દિર્ધાયુ બનો, આપનો પંથ નિષ્કલંક બનો અને આપ અમને વધુને વધુ લાભ આપતા રહો એવી શાસનદેવ પાસે પ્રાર્થના. શાસન શોભામાં અભિવૃદ્ધ કરો એ જ મંગલ-મનિષા-મંગલ શુભેચ્છા-મંગલકામના.
આપના સંસારી નાના ભાભી. હેમાંગીનીનાં કોટિ કોટિ અભિનંદન સાથે વંદન.