________________
“અંતઃકરણપૂર્વક અભિનંદન”
શાસનના શણગાર અરિહંતની આજ્ઞાએ જીવનને જયવંતુ બનાવનાર અષ્ટ પ્રવચન માતાના ખોળે ઝૂલના૨, જ્ઞાનના માર્ગે આગે કૂચ કરનાર, અમારા માલદે પરિવારના રત્ન બની કુળને દિપાવનાર મારા બહેન મ. સા.ની નીતાબાઈ સ્વામી !
હાલારની માતૃભૂમિ ગામ ચંગા, જિ. જામનગર, માલદે કુટુંબમાં પૂ. દાદા લાલજીબાપાના દિક્ષા ભાવ તથા પૂ. દાદીમાં જીવીબેનના અંતરના ભાવ, બચપણની અંતરમાં સંયમના ભાવ હોય, પૂ. પિતાશ્રી તથા પૂ. માતુશ્રીની અનુમોદના સાથે ૧૮ વર્ષની વયે દિક્ષા અંગીકાર કરી એસ. એસ. સી.ની અભ્યાસ પછી ધર્માભ્યાસમાં જ આગળ વધવાના ભાવ સાથે, દિક્ષા પછી વિદ્યાભાસ્કર જૈન સિદ્ધાંત આચાર્ય, હિન્દીમાં રત્ન, સાહિત્ય રત્ન, ૨૨ આગમ કંઠસ્થ, બી. એ., એમ. એ. અને હવે દંડકના વિષય ઉપર પીએચ.ડી. કરી શ્રી કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયનું નામ રોશન કરનાર પ્રથમ વ્હેન મ. સા. નીતાબાઈ સ્વામીને અંતઃકરણપૂર્વક અભિનંદન !
અભ્યાસ સાથે સંયમ જીવનમાં તપને પણ આપે અગ્ર સ્થાન આપેલ છે તેમાં ૨૦ વરસીતપ, ૧ માસખમણ, ઉપવાસેસિદ્ધિતપ, ધર્મચક્રતપ, ૮ અઠ્ઠાઈ, ૩ છકાઈ, ૫૦૦ આયંબીલ, ૪૨૧ કર્મચુરનતપના એકાસણા ૩૦૦ ચોવીસ તીર્થંકરના એકાસણા, ૨૦ સ્થાનકની ઉપવાસે ઓળી, ૯૬ દેવની ઓળી ૧૦ આયંબીલની શશ્વતી ઓળી, ૬ વર્ધમાન તપની ઓળી અન્ય નાની-મોટી તપશ્ચર્યા કરી આત્માને પ્રકાશિત કર્યા છે.
અભ્યાસ-તપ સાથે જ્ઞાન પીરસવામાં આપના હસ્તે આગમ વિશે સમજણ આપતાં આઠ પુસ્તક લખાયેલ છે, જે જૈન સમાજ માટે નજરાણું છે. તત્વજ્ઞાનથી ભરપુર પુસ્તકો આગમની એક મૂડી છે. મધ સમી આ મૌલિક સંરચનાનું થીસીસ તૈયાર કરી આપે વિશિષ્ટ શ્રુતપ્રજ્ઞાનું દર્શન કરાવેલ છે. આપે સંયમ જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી કળશ ચડાવેલ છે. આપના આ પુરુષાર્થને અંતરથી અભિનંદુ છું.
આપ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની સાથે સંયમ માર્ગમાં ખૂબ જ સુખશાતા પૂર્વક આગળ વધો. આપનુંસાધક જીવન અમારા માટે પ્રેરકબળ બની રહે. આપ તંદુરસ્તીભર્યું દિર્ઘાયુ પ્રાપ્ત કરો, આપના સત્કાર્યની સુવાસ અત્તરના પૂમડાની જેમ મહેંકે, આપનું ઝળહળતું પ્રવજ્યા જીવન અનેકને પ્રકાશ આપનારું બની રહે.
“બહુમાન કે પ્રસંગમેં હમેં ખુશીયોં કી ભરતી હૈ
લાખો શૂભેચ્છા કે લીયે અંતર-જ્યોત જલતી હૈ આપકે જીવનમેં ચારિત્ર કી ચાંદની ખીલતી હૈ
અભિનંદન દેતે હુએ હમારી જીવન કલીયા ખીલતી હૈ.
આપના નાના ભાઈ મનસુખ (L.L.B.)ના કોટિ કોટિ અભિનંદન સાથે વંદન. જામનગર
४८