________________
વિભિન્ન પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે. મનુષ્ય અને તિર્યંચોની આગતિ ચાર પ્રકારની હોય છે. અર્થાત તિર્યંચ અને મનુષ્ય ગતિથી આવીને જીવ દેવગતિઓમાં - ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ દેવગતિ અને નરક ગતિના જીવ મનુષ્ય અને તિર્યંચ ગતિ સિવાય અન્ય ગતિઓમાં જન્મ લેતા નથી. દેવ ચવીને બીજા ભવમાં દેવગતિમાં અને નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. તે રીતે નારકી જીવ પણ નરકથી નીકળી બીજા ભવમાં દેવગતિ અગર નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. મનુષ્ય અને તિર્યંચ તો મરીને બીજા ભવમાં ચારેય ગતિઓમાં જન્મ લઈ શકે છે. મનુષ્યોની ગતિ મુક્તિ પ્રાપ્તિ અપેક્ષાથી પાંચ પ્રકારની પણ કહેવામાં આવેલ છે. આ રીતે સંસાર ચક્રમાં ઘટીયંત્રના સમાન પરિભ્રમણ રૂપ આગતિ અને ગતિ તેમજ મનુષ્યોમાં મોક્ષગતિનો સંભવતાને જાણીને તેના સ્વરૂપના જ્ઞાતા અને સંસારના દુઃખોથી ભયભીત બનીને મોક્ષગતિના સુખના ગવેથી તે સાધુ, રૂપાદિ વિષયોમાં રાગ અને દ્વેષથી રહિત બનીને સર્વલોકમાં કોઈનાથી પણ તલવાર આદિથી હાથ પગ આદિ કદી પણ છેદવામાં આવતા નથી. તેમજ કંટકસૂચી શૂલાદિથી ભેદવામાં આવતા નથી. તેમજ અગ્નિમાં બાળવામાં આવતા નથી. કોરડા આદિથી મારવામાં આવતા નથી. અને તેને નરકગતિની અનુપૂર્વિનો ઉદય થતો નથી. રાગદ્વેષની નિવૃત્તિથી છેદન ભેદનાદિ દ્વારા સંસારિક દુઃખોનો જે તેને અનુભવ થતો હતો તે પછી થતો નથી. કારણકે દુઃખોનો અનુભવ કરાવનારી જે રાગપરિણતિ હતી તે તેની દૂર થઈ ચૂક્યુ છે. તેનો આત્મા અત્યંત નિર્મળ અને વિશિષ્ટ પ્રભાવશાળી બની જાય છે. આ અવસ્થામાં છેદન-ભેદન જેવાં દુઃખો આવી શકતાં નથી. અર્થાત સકલ સંયમી માટે નરકગતિ અને તિર્યંચગતિનો બંધ થતો નથી તેથી આનુપૂર્વિનો પણ ઉદય થતો નથી.
પૃથ્વીકાયિક જીવ નવ ગતિવાળા અને નવ આગતિવાળા કહ્યા છે. જેમ કે (૫) પાંચ સ્થાવર, (૬) બેઇન્દ્રિય, (૭) તેન્દ્રિય, (૮) ચૌરેન્દ્રિય, (૯) પંચેન્દ્રિય પર્વતના જીવોમાંથી આવીને પૃથ્વીકાય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. વળીએ જે પૃથ્વીકાયિક જીવ જ્યારે પૃથ્વીકાયિક પર્યાય છોડી દે છે. ત્યારે પૃથ્વીકાયને લઈને પંચેન્દ્રિય પર્વતના નવ પ્રકારના જીવો નવગતિક અને નવ આગતિક હોય છે. નારક," તિર્યંચ, મનુષ્ય, અને દેવના ભવોને ભોગવવા તે ભવોમાં ભ્રમણ કરવું
૪૮૫