________________
- ગતિ બે પ્રકારની છે –
કર્મોદયકૃત ગતિ અને ક્ષાયિકી ગતિ - તે મોક્ષગતિ છે.
સિદ્ધગતિ અને અસિદ્ધગતિ - આ રીતે બે પ્રકાર છે. ગતિ ત્રણ પ્રકારની છે –
દેવગતિ, અદેવગતિ અને સિદ્ધગતિ. ગતિ ચાર પ્રકારની છે –
નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ. ગતિ પાંચ પ્રકારની છે –
ગમનક્રિયાનું નામ ગતિ છે. અથવા જે જીવ દ્વારા પ્રાપ્ત કરાય છે તે ગતિ છે. એવી તે ગતિ ક્ષેત્ર વિશેષરૂપ હોય છે. અથવા જે કર્મ પુદ્ગલોની પ્રાપ્તિને કારણે જીવનું ગમન થાય છે તે ગતિ છે. એવી તે ગતિ નામ કર્મની ઉત્તર પ્રવૃત્તિરૂપ હોય છે. અથવા નામ કર્મની ઉત્તર પ્રકૃતિ રૂપ ગતિદ્વારા જીવની જે અવસ્થા કરાય છે તે ગતિ છે. જીવની એવી અવસ્થાઓને પાંચ ગતિ કહી છે. (૧) નિરયગતિ (૨) તિર્યંચગતિ (૩) મનુષ્યગતિ (૪) દેવગતિ અને (૫) સિદ્ધગતિ.
જીવનું નરકમાં ગમન થવું તેનું નામ નિરયગતિ છે. નિરય ક્ષેત્રવિશેષ રૂપ હોય છે. તે ક્ષેત્રવિશેષમાં ગમન કરાવનારી જે ગતિ છે તેનું નામ નિરયગતિ છે. તિર્યચોમાં જે ગમન થાય છે તેનું નામ તિર્યંચગતિ છે. અથવા તિર્યચત્રરૂપ જે ગતિ છે તેને તિર્યંચગતિ કહે છે. અથવા તિર્યંચદશાને પ્રાપ્ત કરાવનારી જે ગતિ છે તેને તિર્યંચગતિ કહે છે. એવી જ રીતે મનુષ્યગતિ અને દેવગતિ વિષે પણ સમજવું. સિદ્ધિમાં જે જાય છે તેનું નામ સિદ્ધગતિ અથવા સિદ્ધિ રૂપ જે ગતિ છે તેનું નામ સિદ્ધગતિ છે. તેમાં નામ કર્મની પ્રકૃતિનો સદ્ભાવ હોતો નથી. ગતિના આઠ પ્રકાર છે :
ગમનક્રિયા રૂપ આઠ ગતિઓ કહી છે. (૧) નિરયગતિ (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિ, (૫)
૪૯