________________
(૨૨મું) ગતિદ્વાર અને (૨૩મું) આગતિદ્વાર
દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા - સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. એ વિચારણામાં ૨૨મા અને ૨૩મા દ્વારમાં ગતિ અને આતિ વિષયક ચર્ચા આવે છે તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે મુજબ છે :
:
ગતિના અર્થો :—
શાસ્ત્રમાં ગતિના વિભન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) એક દેશથી બીજા દેશના પ્રાપ્ત જે ગમન છે તેને ગતિ કહે છે. (૨) બાહ્ય અને આવ્યંતર નિમિત્તના વશથી ઉત્પન્ન થવાવાળું કાયનું પરિસ્પંદન ગતિ કહેવાય છે. (૩) ક્યા દંડકનો જીવ મરણ પામી કયા કયા દંડકમાં ઉપજે તેને ગતિ કહેવાય છે. (૪) મરણ પછી મનુષ્યભવમાંથી નીકળીને નાકાદિ જીવનું જે ગમન થાય છે તેને ગતિ કહેવાય છે.
ગતિના જુદા ભેદ અને વિવેચન : આગમ અને ટીકા સાહિત્યમાં ગતિનું વર્ણન :
ગતિ એક છે : શાસ્ત્રમાં દર્શાવેલ ગતિને વિભિન્ન વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે.
એક જીવની એક કાળમાં ઋજુ આદિ ગતિ અથવા નરકાદિ ગતિ એકજ થાય છે. અથવા સર્વ જીવ પુદ્ગલોનું સ્થિતિમાં જ વૈલક્ષણ્ય, વૈવિધ્ય, વિલક્ષણતા હોય છે. ગતિમાં એવું હોતું નથી. તેથી જ ગતિમાં એકતા કહી છે. ગતિ સામાન્યરૂપથી એક પ્રકારે છે.
re