________________
છે. સામેની બાજુએ અને ઉપર ડબાનું પતરું છે. આ રીતે ચાર દિશાનો આહાર મળશે.
એ જ ઉપરના થરની છેલ્લી હારમાં રહેલો બીજા દાણાની બાજુનો દાણો લઈએ તો તેની બે બાજુએ એક એક દાણો છે. અને બીજી બે બાજુએ બે હાર છે. તેને એક એક દાણા અડેલા છે. નીચે એક હાર છે. તેનો ઘણો ભાગ અડેલો છે. એમ પાંચ દાણા અડી શકે છે. ઉપર માત્ર ડબાનું પતરું અડેલું છે. આ રીતે તેની પાંચ બાજુ પાંચ દાણા છે. માટે તેને પાંચ દિશાનો આહાર મળે છે. હવે પાંચ બાજુ રાઈના દાણા હોય. તેની નીચેના દાણાની બાજુમાં છ દાણા આવેલા છે એટલે તેને નીચેના દાણાને છ દિશાનો આહાર મળશે. આ રીતે ચૌદ રાજલોકમાં લોકના છેડે તથા ખૂણે આવેલા જીવોને ૩૪-૫ દિશાનો આહાર હોય છે. અને વચ્ચેના જીવોને છ દિશા તરફનો આહાર હોય છે.
ચૌદ રાજલોકમાં એવી જ રીતે આકાશ પ્રદેશો ભરેલા છે. અને તેની છએ દિશામાં શ્રેણીઓ છે. લોકની બહાર અલોક છે. કેટલાક લોકકાશના છેવટના આકાશપ્રદેશો ઉપર રહેલા જીવોને એક બાજુએ કેટલાકને બે બાજુએ અને કેટલાકને ત્રણ બાજુએ અલોક સ્પર્શે છે. તેથી તે દિશાઓનો આહાર ન મળી શકે. ત્રસ જીવને જીએ દિશાનો આહાર હોય છે અને સ્થાવર જીવોને ૩, ૪, ૫ દિશાનો આહાર હોય છે. દેડકમાં આહારના ચિંતનનું કારણ :
આ આત્માનો સ્વભાવ અણાહારક છે. કર્મના સંયોગે વિભાવ દશામાં જીવને આહાર કરવો પડે છે. આ જીવાત્મા આહાર કરવામાં ઉત્સુક રહે છે. વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટ ત્રણ સમય અને કેવલ સમુઘાતમાં ત્રીજે, ચોથે, પાંચમે એ ત્રણ સમયે અણાહારક હોય છે. સંસારી જીવાત્મા પ્રથમ આહાર કરવાનું કામ કરે છે. આગમના જ્ઞાનથી દંડકના જ્ઞાન દ્વારા ચિંતન કરાય છે કે આત્માનો મૂળ સ્વભાવ તો અણાહારક છે. અણાહારક પદ પ્રાપ્ત કરવાને માટે તપસ્યા બતાવેલ છે. તપ દ્વારા ધીરે ધીરે આહારક ભાવો છૂટતા જાય છે. આહાર પ્રત્યે પૂર્ણ ઉદાસીન ભાવ જ્યારે પ્રગટે ત્યારે જીવ ગુણસ્થાનમાં આગળ પ્રસ્થાન કરી શકે છે. ૧૩મા ગુણસ્થાને કેવલજ્ઞાન છતાં આહારક હોય છે ત્યાં માત્ર શરીરને ટકાવવા માટે જ આહાર કરે છે. ૧૪મા ગુણસ્થાને અણાહારક બની જાય છે અને ત્યાંની સ્થિતિ પૂર્ણ કરીને સિદ્ધત્વ દશામાં અનંતકાળની
४६८