________________
અનાભોગનિવર્તિત તે પ્રતિ સમયે આહારર્થ ઉત્પન્ન થાય છે. અને તે અસંખ્યાત સમયના અં. મુ.માં ઉત્પન્ન થાય છે.
નારકજીવ આહાર ગ્રહણ કરે છે તે દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશોમાં રહેલા, કાળથી કોઈ પણ સ્થિતિવાળા, ભાવથી વર્ણવાળા ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા, ભાવથી વર્ણવળા જે પુદ્ગલોનો આહાર કરે છે. તે સ્થાન માર્ગણા સામાન્યની અપેક્ષાથી કાળાવર્ણવાળા યાવત્ શુકલવર્ણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. વર્ણથી જે કાળા વર્ણવાળાનો આહાર કરે છે તે એક ગુણ યાવત્ દશ ગુણ કાળા વર્ણવાળાઓનો આહાર કરે છે. યાવત્ અનંત ગુણ કાળાવર્ણવાળાઓનો આહાર કરે છે. એ જ પ્રકારે શુકલ વર્ણવાળાઓનો, એ જ પ્રકારે ગંધથી અને રસથી પણ સમજવું. એકથી આઠ સ્પર્શવાળાઓનો આહાર કરે છે. ભેદ માર્ગણાની અપેક્ષાથી કર્કશ ' પુદ્ગલોનો યાવત્ રૂક્ષ પુદ્ગલોનો પણ આહાર કરે છે. અનંત ગુણ કર્કશનો આહાર યાવત્ અનંત ગુણ રૂક્ષોનો પણ આહાર કરે છે.
જે અનંતગુણરૂક્ષ પુદ્ગલોનો આહાર કરે છે તે સ્પષ્ટ પુદ્ગલોનો પણ આહાર કરે છે. અસ્પૃષ્ટનો આહાર કરતા નથી. યાવત્ નિયમા છ દિશાનો આહાર કરે છે.
બહુલતાના કારણની અપેક્ષાએ વર્ણથી કાળા-વાદળી, ગંધની દુર્ગંધવાળા રસથી તિક્ત, કુટુ રસ, સ્પર્શથી કર્કશ, ગુરુ, શીત અને રૂક્ષ તેમના પુરાણા વર્ણગુણ ગંધગુણ, રસ ગુણ અને સ્પર્શગુણમાં બદલાઈને, નાશ કરીને અન્ય નવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણ ઉત્પન્ન કરીને પોતાના શરીર ક્ષેત્રમાં અવગાહન કરેલા પુદ્ગલોનો પૂર્ણરૂપ આહર કરે છે. નારક પૂર્ણરૂપથી પરિણત કરે છે. સર્વત્ર ઉચ્છ્વાસ લે છે. સર્વતઃ નિઃશ્વાસ લે છે. વારંવાર આહાર કરે છે. વારંવાર પરિણત કરે છે. ક્યારેક આહાર કરે છે. ક્યારેક ઉચ્છ્વાસ લે છે. ક્યારેક નિશ્વાસ લે છે. નારક જે પુદ્ગલોને આહરરૂપે ગ્રહણ કરે છે તેના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે. અને અનંતમાં ભાગનું આસ્વાદાન કરે છે. નારક જે પુદ્ગલો આહારરૂપમાં ગ્રહણ કરે છે. તે બધાના સંપૂર્ણનો આહાર કરે છે. તે તેમના માટે શ્રોતેન્દ્રિય યાવત્ સ્પર્શેન્દ્રિયરૂપથી, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞરૂપથી અમનામ, અનિચ્છિત, અભિલષણીય, ભારે,
૪૫૦