________________
બીજા આહાર ત્રણ પ્રકારના છે. (૧) સચિત આહાર : જીવ સહિતનો પુદ્ગલનો આહાર છે. (૨) અચિત આહાર : જીવ રહિત પુદ્ગલનો આહાર છે. (૩) મિશ્ર આહાર : જીવ સહિતનો અને સાથે જીવરહિત પુદ્ગલનો આહાર છે. વળી, આહાર ત્રણ પ્રકારના છે.
(૧) ઓજાહાર : શરીર દ્વારા થાય છે. ઉત્પત્તિ પ્રદેશમાં આહારના યોગ્ય પુદ્ગલોના સમૂહને ઓજાહાર કહે છે.
(૨) રોમાહાર : ત્વચા(ચામડી) દ્વારા થાય છે. (૩) કવલાહાર : કોળિયા કરીને કરેલો આહાર પ્રક્ષેપાહાર કહેવાય છે.
બધા અપર્યાપ્ત જીવ ઓજાહારી હોય છે. અને પર્યાપ્ત જીવો માટે રોમાહાર અને કવલાહારની ભજના છે. અર્થાતું હોય અથવા ન પણ હોય.
આહારના મુખ્ય બે પ્રકાર છે." (૧) મનોજ્ઞ અને (૨) અમનોજ્ઞ
મનોજ્ઞ અને અમનોજ્ઞ આહારના ચાર પ્રકાર પડે છે. અસન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય. આ બંનેના મળીને કુલ આઠ ભેદ થઈ જાય છે.
આહાર ચાર પ્રકારના કહ્યા છે. (૧) અશન (૨) પાન (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ. બીજી રીતે આહારના ચાર પ્રકાર કહ્યા છે. (૧) ઉપસ્કર સંપન્ન (૨) ઉપસ્કૃત સંપન્ન (૩) સ્વભાવ સંપન્ન (૪) પર્યાષિત સંપન્ન
(૧) અશન : જે ખાવામાં આવે છે તે ભોજનને અશન કહે છે. '
(૨) પાન : જે પીવામાં આવે છે તે ભાત આદિના ધોવણ,જળ વગેરેને પાન કહે છે.
(૩) ખાદિમ : દ્રાક્ષાદિકને ખાદિમ કહે છે.
૪૪૪