________________
દેવો પાંચમી અને છઠ્ઠી બે એક સમયે પૂરી કરે. ઈજિયમાં પથતિ :
એકેન્દ્રિયમાં - ચાર પર્યાપ્તિ છે. પ્રથમની. વિકલેન્દ્રિયમાં - પ્રથમથી પાંચ પર્યાપ્તિ છે.
પંચેન્દ્રિયમાં - છ એ પર્યાપ્તિ છે. કાયમાં પર્યાતિ :
પૃથ્વીકાય યાવત વનસ્પતિકાયમ – પ્રથમની ચાર પર્યાપ્તિ છે.
ત્રસકાયમાં – છ પર્યાપ્ત છે. દર્શનમાં પર્યાપ્તિઃ
એકાંત અચક્ષુદર્શનમાં - પાંચ પર્યાપ્તિ છે.
ચારેય દર્શનમાં – છ એ પર્યાપ્તિઓ છે. દેડકમાં પર્યાતિના ચિંતનનું કારણ :
આ જીવ સંસારી અવસ્થામાં પર્યાપ્તિ યુક્ત રહે છે. ઇન્દ્રિય પ્રમાણે તેને પર્યાપ્તિઓ મળે છે. પ્રથમની પાંચ પર્યાપ્તિમાં તેને સંક્ષીપણું મળતું નથી. મનઃ પર્યાપ્તિમાં જીવને સંજ્ઞીપણું મળે છે. અસંજ્ઞીપણામાં જીવનો આત્મવિકાસ થતો નથી. આહાર પર્યાપ્તિથી એક ભવની શરૂઆત થાય છે. સંજ્ઞીના ભવના મનઃ પર્યાપ્તિથી પર્યાપ્તિઓની પૂર્ણતા થાય છે. મન ખૂબ કિંમતી ચીજ છે. મહાન વસ્તુ છે. મહાન વસ્તુનું જો માનવભવમાં મૂલ્ય થઈ જાય તો ચતુર્ગતિના ફેરા બંધ થઈ જાય છે. મહાપુણ્યના ઉદયે જ છ પર્યાપ્તિઓ મળે છે. દરેક પર્યાપ્તિઓ આપણા જીવનમાં ઉપકારક છે. મળેલી આ પર્યાપ્તિઓને સફળ બનાવવા માટે શુભભાવોને મનથી કેળવવા જોઈએ જેથી પર્યાપ્તિઓ પૂર્ણ થઈ શકે. માટે જ દંડકમાં પર્યાપ્તિનું ચિંતન કરવું જોઈએ.
૪૪૧