________________
જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરવાનો જ ન હોય તે લબ્ધિ અપર્યાપ્તો કહેવાય છે.
જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તો પૂરી કરવાનો જ હોય. તે લબ્ધિ પર્યાપ્યો કહેવાય છે. જેણે સર્વ પર્યાપ્તિ પૂરી કરી છે તે કરણ પર્યાપ્તો કહેવાય છે. અર્થાત આહાર, શરીર, ઇન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ પૂરી કરે અથવા તેમાંની કોઈ પણ એક જ પૂરી કરે, અથવા સ્વયોગ્ય જે જે પૂરી કરે, તેટલા પૂરતો તે કરણ પર્યાપ્તો કહેવાય છે. અને શરૂઆતની પણ પૂરી ન કરી હોય અથવા તેમાંની જે જે પૂરી, અથવા સ્વયોગ્ય જે જે પૂરી ન કરી હોય તેટલા પૂરતો તે કરણ અપર્યાપ્ત કહેવાય છે અર્થાત્ જે હજી અપર્યાપ્તો છે પણ પર્યાપ્ત થશે. તે કરણ અપર્યાપ્યો કહેવાય છે.
આહારાદિ પુદ્ગલોનું પરિણામ કરવા માટે ઉત્પત્તિ સમયથી માંડીને દર સમયે સમયે મળતાં પુગલોના સમૂહમાંથી આત્મા છ પ્રકારની જીવન ક્રિયાઓ ચલાવવાને જે સાધનો ઊભાં કરી લે છે તે પર્યાપ્તિ કહેવાય છે. અને પર્યાપ્ત નામકર્મ કે અપર્યાપ્ત નામકર્મના ઉદયથી તે પ્રાપ્ત થાય છે. છ પર્યાપ્તિઓને રચવાનો સમય :
પહેલી પર્યાપ્તિ આહાર પર્યાપ્તિ એક સમય પ્રમાણની છે. બાકીની શરીર પર્યાપ્તિ વગેરે પાંચ પર્યાપ્તિનો દરેકનો ક્રમસર અંતર્મુહૂર્તનો કાળ છે. અર્થાત આ બધી પર્યાપ્તિઓને ઉત્પત્તિના પહેલા સમયે જ જીવ એક સાથે પોતાને યોગ્ય પર્યાપ્તિ રચવાનો પ્રારંભ કરે છે. અને ક્રમસર સંપૂર્ણ કરે છે. એટલે કે પહેલાં આહાર પર્યાપ્તિ તે પછી શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ વગેરે. આમાં સૌથી પ્રથમ આહાર પર્યાપ્તિ પહેલા સમયે જ પૂર્ણ કરે છે. બાકીની પાંચને અંતર્મુહૂર્ત કાળે ક્રમસર પૂર્ણ કરે છે.
ઔદારિક શરીરમાં ચારેય જુદી જુદી અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. વૈક્રિય અને આહારકમાં ચાર એક એક સમયની હોય છે. અર્થાતુ પહેલી એક સમયે પૂરી કરે. ત્યાર પછી અંતર્મુહૂર્ત બીજી પર્યાપ્તિ પૂરી કરે. ત્યારપછી ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી એકેક સમયે પૂરી કરે.
૪૪૦