________________
(૧) આહાર પર્યાપ્તિઃ
શરીર નામ કર્મના ઉદયથી જે પરસ્પર અનંત પરમાણુઓના સંબંધથી ઉત્પન્ન થયા છે અને જે આત્માથી વ્યાપ્ત આકાશક્ષેત્રમાં સ્થિત છે એવા પુદ્ગલ વિપાકી આહાર વર્ગણા સંબંધી પુદ્ગલ સ્કંધ કર્મ સ્કંધના સંબંધથી કથચિત્ મૂર્તપણાને પ્રાપ્ત થયા છે. આત્માની સાથે સમભાવરૂપથી સંબંધ થાય છે. તે ખલભાગ અને રસભાગના ભેદથી પરિણમન કરવાની શક્તિથી બનેલા પુદ્ગલ સ્કંધોની પ્રાપ્તિને આહાર પર્યાપ્તિ કહે છે. જે શક્તિ વડે જીવ, બહારનો આહાર લઈ બલરૂપે કે રસરૂપે પરિણાવે તેને આહાર પર્યાપ્તિ કહે છે. (૨) શરીર પર્યાપ્તિઃ
તલના ખળા સમાન તે ખલ ભાગને હાડકાં આદિ કઠીન અવયવના રૂપથી અને તલ કે તેલની જેમ રસભાગને રસ, લોહી, ચરબી, વીર્ય આદિ દ્રવ અવયવરૂપથી પરિણમન કરવાવાળા ઔદારિકાદિ ત્રણ શરીરોની શક્તિથી યુક્ત પુગલ સ્કંધોની પ્રાપ્તિને શરીર પર્યાપ્તિ કહે છે. જે રસરૂપે થયેલ આહારને રસ, લોહી, અસૃગ, માંસ, ચરબી, હાડકાં, મજા અને શુક્ર એ સાત ધાતુરૂપે પરિણાવે તેને શરીર પર્યાપ્તિ કહે છે. (૩) ઇન્દ્રિય પર્યાતિઃ
યોગ્ય દેશમાં સ્થિત રૂપાદિથી યુક્ત પદાર્થોના ગ્રહણ કરવા રૂપ શક્તિની ઉત્પત્તિના નિમિત્તભૂત પુદ્ગલ પ્રચયની પ્રાપ્તિને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છેઃ જે ધાતરૂપે પરિણમેલ આહારમાંથી એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઇન્દ્રિય યોગ્ય દ્રવ્યોને લઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય વગેરે રૂપે પરિણમાવે તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે. (૪) શ્વાસોચ્છવાસ :
ઉશ્વાસ અને વિશ્વાસ રૂપ શક્તિની પૂર્ણતાના નિમિત્તભૂત પુદ્ગલ પ્રચયની પ્રાપ્તિને આનપાન પર્યાપ્તિ કહે છે. અથવા જે શક્તિથી આત્મા ઉદ્ઘાસ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ઉચ્છવાસરૂપમાં પરિણમાવે અને તેનો આધાર લઈને એને પાછળ છોડે એની પૂર્ણતાને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહે છે. અથવા જેના વડે
૪3૮