________________
બ્રહ્મલોક કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય ૭ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૧૦ સાગ.ની છે. તેના પર્યાપ્તકોની જઘન્ય અં. મુ. ઓછા ૭ સાગ. અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૧૦ સાગ.ની છે.
ચરક પરિવ્રાજકો ઘણા વરસો સુધી પ્રવજ્યનું પાલન કરે છે અને કાળ કરીને બ્રહ્મલોક કલ્પમાં ૧૦ સાગ.ની સ્થિતિએ ઉત્પન્ન થાય છે.
લાંતક કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય ૧૦ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૧૪ સાગ ની છે. તેના પર્યાપ્તકોની જઘન્ય અં. મુ ઓછા ૧૦ સાગ.ની અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૧૪ સાગ.ની છે.
મહાશુક્ર કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય ૧૪ સાગ.ની અને ઉત્કૃષ્ટ પણ ૧૭ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની જઘન્ય અં. મુ. ઓછા ૧૪ સાગ.ની અને ઉત્કૃષ્ટ અ મુ. ઓછા ૧૭ સાગ.ની છે. સહસાર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૭ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૧૮ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૧૭ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૧૮ સાગ.ની છે. - આનત કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય ૧૮ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૧૯ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૧૮ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૧૯ સાગ.ની છે. પ્રાણત કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય ૧૯ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૨૦ સાગ ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૧૯ સાગ ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૦ સાગ.ની છે.
આરણ કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય ૨૦ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૨૧ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૨૦ સાગ ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ ઓછા ૨૧ સાગ.ની છે. અશ્રુત કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય ૨૧ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૨૨ સાગ ની છે. તેના પર્યાપ્તા દેવોની જઘન્ય અં. મુ. ઓછા ૨૧ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૨ સાગ.ની છે.
આજીવિકના મતવાળા, ગામ, આકર, સનિષોમાં પ્રવર્જિત થયેલા આભિયોગિક દેવોમાં ૨૨ સાગ.ની સ્થિતિ પ્રાપ્ત કરે છે.
૪૫