________________
દેડકમાં યોગના ચિંતનનું કારણ અને આત્મિક વિકાસ -
• દરેક ભવમાં યોગ મળે છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં પણ યોગ મળે છે. સંસારી દરેક આત્માઓને યોગ હોય જ છે. માત્ર કાયાના જ યોગમાં આત્મિક વિકાસ થઈ શકતો નથી. કાયાના યોગ અને વચનના યોગમાં પણ આત્મિક વિકાસ થઈ ના શકે. મનના યોગમાં ઉત્થાન થઈ શકે છે. મનના યોગનું ઘણું જ મહત્ત્વ છે. પતન પણ મનથી થાય છે અને ઉત્થાન પણ મનથી થાય છે. મનનો યોગ શુભ થાય તો વચનનાં યોગ અને કાયાના યોગ પણ શુભ થઈ જાય છે. મન દ્વારા જ વિચારી શકાય છે. અશુભયોગમાં કર્મ બંધન થાય છે. અને શુભ યોગમાં કર્મ નિર્જરા થાય છે. દંડકમાં યોગનું ચિંતન કરવાથી શુભ ભાવોની પ્રેરણા મળે છે. મનનો યોગ અયોગી બનાવે છે. યોગીમાંથી અયોગી બનવા માટે મનના યોગ મુખ્ય ભાગ ભજવે છે. અયોગી દશા પ્રગટે એટલે મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. સિદ્ધો અયોગી છે અને ૧૪મા ગુણસ્થાનમાં પણ જીવ અયોગી બને છે. યોગનો ચરમ વિકાસ આયોગપણામાં થાય છે. માટે આધ્યાત્મિક વિકાસ માટે દંડકમાં યોગનું ચિંતન કરવું ખૂબ જ જરૂરી છે.
ટિપ્પણી
૧. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ પૃ. ૩૮૮ ૨. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ પૃ. ૩૮૮ ૩. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ પૃ. ૩૮૮ જ. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ પૃ. ૩૮૮ ૫. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ પૃ. ૩૮૮ ૬. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ પૃ. ૩૮૮ ૭. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ પૃ. ૩૮૮ ૮. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ પૃ. ૩૮૮ ૯. દંડક પ્રકરણ. ૧૦. સ્થા. ઠા. ૩ ઉ. ૧ સૂ. ૫ ૧૧. સૂત્રકૃતાંગ પૃ. ૨૦
૩૯