________________
(૧) કેટલાક આચાર્યોના મતો ઃ
૧. શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર યોગ માને અને (૨) સર્વ પર્યાપ્તિ સંપૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર યોગ માને છે.
એટલે કે કેટલાક શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકાદિ કાયયોગ માને છે. અને કેટલાક સર્વ પ્રાપ્તિઓ પૂર્ણ થયા પછી ઔદારિકાદિ કાયયોગ માને છે. (૨) કર્મગ્રંથને મતે ઃ
વૈક્રિય અને આહારક શરીરની રચના વખતે અને સંહરણ વખતે વૈક્રિયમિશ્ર અને આહારક મિશ્ર કહે છે.
(૩) સિદ્ધાંતના મતે ઃ
માત્ર સંહરણ વખતે જ વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર માને છે. (૪) ઔદારિક મિશ્ર યોગ :
(૧) મનુષ્યો અને તિર્યંચોને ઉત્પત્તિ વખતે કાર્યણ સાથે મિશ્ર હોય છે. (૨) ઉત્તર વૈક્રિય શરીર રચતી વખતે વૈક્રિય સાથે મિશ્ર યોગ હોય છે.
(૩) આહારક શરીર રચતી વખતે પ્રારંભમાં આહારક સાથે હોય છે. (૪) કેવલી ભગવંતને કેવલી સમુદ્દાતના ૨, ૬, ૭મા સમયે હોય છે. (૫) વૈક્રિય મિશ્ર :
દેવ નારકને અપર્યાપ્ત અવસ્થામાં અને ઉત્તરવૈક્રિય કરતી વખતે, તથા મનુષ્યતિર્યંચો અને વાયુને વૈક્રિય શરીર કરતી વખતે હોય છે. (અને સિદ્ધાંતને મતે સંહરણ વખતે જ હોય છે.)
(૬) એ જ પ્રમાણે આહારક શરીર રચતી વખતે શરૂઆતમાં અને સિદ્ધાંતના મતે સંહરણ વખતે હોય છે.
૨૪ દંડક આશ્રી યોગની પ્રરૂપણા ઃ
એકેન્દ્રિયોમાં માત્ર કાયયોગનો સદ્ભાવ હોય છે. વિક્લેન્દ્રિયોમાં કાયયોગને વચનયોગનો સદ્ભાવ હોય છે. બાકીનામાં નારકોથી લઈને ત્રણેય યોગોમાં સદ્ભાવ
૩૬૯