________________
યોગ બે પ્રકારના છે - (૧) સકરણ યોગ અને (૨) અકરમયોગ
(૧) સકરમયોગ - જીવ જેના દ્વારા કર્મથી યુક્ત થાય છે. તેનું નામ યોગ છે. વ્યાપાર કરે તેનું નામ સકરણ યોગ છે.
(૨) અકરાયોગ - અલેશ્ય કેવલી જ્યારે કૃત્વ જોય (સંપૂર્ણ જાણવા યોગ્ય) પદાર્થ અને દશ્ય આ બે પદાર્થોમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને ઉપયુક્ત કરે છે. તે સમયે તેમનામાં જે અપરિઅંદાત્મક અપ્રતિબદ્ધ વિર્યવિશેષ હોય છે તેનું નામ અકરયોગ છે.
વળી યોગ બે પ્રકારના કહ્યા છે. (૧) સાલંબન અને (૨) નિરાલંબન. (૧) સાલંબન - આલંબન સહિત જે યોગ હોય તે સાલંબન યોગ કહેવાય.
(૨) નિરાલંબન - ચાક્ષુષાદિ પ્રત્યક્ષની પ્રાપ્તિ જેમાં છે તેવા પ્રતિમાદિ સ્વરૂપ આલંબન નીકળી ગયેલ હોય અર્થાત્ આલંબન રહિત હોય તેને નિરાલંબન યોગ કહેવાય છે. યોગના ત્રણ પ્રકાર પણ છે.
(૧) મનોયોગ (૨) વચનયોગ અને (૩) કાયયોગ. (૧) મનોયોગ :
સહકારી કારણભૂત મનથી યુક્ત જીવનો જે યોગ (વીર્યપર્યાય) છે તેનું નામ મનોયોગ છે. જેમ દુર્બળને લાકડી આધારરૂપ બને છે. તેમ તે મનોયોગ જીવને આધાર કારક બને છે. કારણ કે જીવ મનથી શેયરૂપ જીવ અને અજીવાદિ તત્ત્વનું ચિંતન કરે છે. તે કારણે તેને મનોયોગ કહ્યો છે. જે સ્કુરણ મનોયોગ યોગ્ય વર્ગણાના બનેલા મનની મદદથી પ્રવર્તે છે. તેને મનોયોગ કહેવાય છે. અર્થાત્ કોઈ પણ વિષયનું ચિંતન કરવું તેને મનોયોગ કહેવાય છે. અથવા મનના જે કરણ, કારણ અને અનુમતિરૂપ વ્યાપાર છે તેનું નામ મનોયોગ છે. તે મનોયોગ ચાર પ્રકારનો છે. (૨) વચનયોગ :
બોલવું તે વચનયોગ છે. વચનને યોગ્ય વર્ગણાના બનેલા વચનની મદદથી
૩૬૫