________________
(૧૪મું) યોગકાર
દંડક પ્રકરણમાં ૨૪, દ્વારોની શાસ્ત્રીય ચર્ચા–સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આ વિચારણામાં ૧૪મા દ્વારમાં યોગ વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે મુજબ છે. યોગના અર્થો :
શાસ્ત્રમાં યોગના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) કર્મના સંયોગના કારણભૂત જીવના પ્રદેશોના પરિસ્પંદને યોગ કહેવાય છે.' (૨) મન, વચન, કાયાની પ્રવૃત્તિના પ્રતિ જીવનો ઉપયોગ અથવા પ્રયત્ન વિશેષ યોગ કહેવાય છે. (૩) જે સંબંધ અર્થાત સંયોગને પ્રાપ્ત હોય તેને યોગ કહે છે. (૪) ક્રિયાની ઉત્પત્તિમાં જે જીવનો ઉપયોગ હોય છે તે યોગ છે. (૫) મનોવર્ગણા, વચનવર્ગણા અને કાયવર્ગણાના નિમિત્તથી થવાવાળા આત્મપ્રદેશોના હલન-ચલનને યોગ કહે છે. (૬) આત્મપ્રદેશોનો જે સંકોચ-વિસ્તાર થવાને યોગ કહે છે. (૭) નિરવદ્ય ક્રિયાના અનુષ્ઠાનને યોગ કહે છે. (૮) બાહ્ય જલ્પને રોકીને, ચિત્ત નિરોધ કરવો તે યોગ છે. (૯) વર્ષાદિ ઋતુઓની કાલસ્થિતિને યોગ કહે છે. (૧૦) આત્માના પ્રદેશોમાં થતું સ્કૂરણ, વ્યાપાર, આંદોલન, હલન-ચલન, ઉથલ-પાથલ, તે પુદ્ગલોનાં સંબંધને લીધે જ થાય છે તે યોગ છે.૧૦ (૧૧) યોજન યોગઃ વ્યાપાર તે યુગ છે. વીર્યાન્તરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી જઘન્ય લબ્ધિવિશેષ જેનું કારણ છે એવું અભિપ્રાય પૂર્વકનું આત્માનું વીર્ય છે તેનું નામ યોગ છે." (૧૨) ક્ષીરાશ્રય આદિ લબ્ધિ સમૂહના સંબંધને યોગ કહે છે."
યોગના પ્રકારો અને વિવેચન : શાસ્ત્રમાં દર્શાવેલ યોગોને વિભિન્ન પ્રકારે વિભાજિત કરવામાં આવ્યા છે.
૩૬૪