________________
સંપૂર્ણ ભવપર્યત મિથ્યાષ્ટિ હોવાથી અજ્ઞાનવાળા કહેવાય છે.
ગર્ભજ મનુષ્યના એક દંડકમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. તેમાં પણ મનુષ્યને સમકાળે તો યથાસંભવ ૨ અજ્ઞાન, ૩અજ્ઞાન, ૧ જ્ઞાન-કેવલજ્ઞાન, ૨ જ્ઞાન, ૩ જ્ઞાન (મનઃપર્યવજ્ઞાન અથવા અવધિજ્ઞાન સહિત) અથવા ૪ જ્ઞાન હોય છે. પરંતુ સમકાળે ૫ જ્ઞાન હોય નહિં. તેમ જ જ્ઞાન અને અજ્ઞાન બે પણ સમકાળે ન હોય.
દંડકમાં જ્ઞાન અને અજ્ઞાનના ચિંતનનું કારણ -
જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્મા જ્યાં જાય ત્યાં જ્ઞાન તેને અનુસરે છે. નિંદીસૂત્રમાં કહ્યું છે કે આત્મા નિગોદના ઘરમાં જાય ત્યાં પણ અક્ષરનો અનંતમો ભાગ અવશ્ય ખુલ્લો રહે છે. અનાદિ કાળથી મિથ્યાત્વી આત્મામાં અજ્ઞાન હોય છે. સમ્યગુદર્શન પ્રાપ્ત થતાં મિથ્યાજ્ઞાન એ સમ્યજ્ઞાન બને છે. અજ્ઞાનના અંધકારને દૂર કરવા જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરવો જરૂરી છે. સમ્યજ્ઞાન આત્માને સંપૂર્ણ સુખી બનાવે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન નિર્મળ બને તેમ આત્માની શુદ્ધતા વધતી જાય છે. સંપૂર્ણ શુદ્ધ બનેલો આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. દંડક જ્ઞાન અને અજ્ઞાનના ચિંતનનું એક જ કારણ છે કે આત્માના નિર્જરવભાવની ઓળખ કરીને આત્માને નમળ બનાવીએ તો આખરે કેવલજ્ઞાન પણ મળી શકે છે. અને આત્મા શાશ્વત સુખને પામી શકે છે.
જો કોઈ વ્યક્તિ જ્ઞાનાત્મક આત્માને તથા યથોચિતરૂપથી પરકીય ચેતન અને અચેતન દ્રવ્યોને નિશ્ચયથી અનુકૂળ ભેદજ્ઞાનનો આશ્રય લઈને જાણે છે તે મોહનો ક્ષય કરી દે છે. અને આ સ્વપર ભેદ વિજ્ઞાન આગમમાં સિદ્ધ હોય છે. તેથી દંડકમાં આવા શુભ ભાવ છે. અજ્ઞાન અને જ્ઞાનનું ચિંતન કરવું જોઈએ.
- જે જાણે તે જ્ઞાન છે. જેના દ્વારા જાણી શકાય તે જ્ઞાન છે. જાણવું માત્ર જ્ઞાન છે.પર એવંભૂત નયની દૃષ્ટિમાં જ્ઞાનક્રિયામાં પરિણત આત્મા જ જ્ઞાન છે. ૫૩ જો કે જ્ઞાન સ્વભાવી છે. સાકારોપયોગનું નામ જ્ઞાન છે. ૫૪ ભૂતાર્થ ગ્રહણનું નામ જ્ઞાન છે. ૫૫ સત્યાર્થ પ્રકાશ કરવાવાળી શક્તિ વિશેષનું નામ જ્ઞાન છે. વસ્તુ સ્વભાવનો નિશ્ચય કરવાવાળા ધર્મને જ્ઞાન કહે છે. ૫૭ જેના દ્વારા વ્ય, ગુણ, પર્યાયને જીવ જાણે છે તેને
૩૬૧