________________
તેનાથી કેવલજ્ઞાની અનંતગણા છે. કેમકે એકેન્દ્રિયોને છોડીને અને સર્વ જીવોની અપેક્ષાએ સિદ્ધ અનંતગણા છે. તેનાથી મત્યજ્ઞાની અને શ્રુતાજ્ઞાની અનંતગણા છે. પરંતુ એ બંને પરસ્પરમાં તુલ્ય છે. કેમકે સાધારણ વનસ્પતિ જીવ મત્યજ્ઞાની અને શ્રુતાજ્ઞાની હેષ્ઠ છે.
દંડકમાં જ્ઞાન અને અજ્ઞાન :
अनाण नाण तियतिय, सुरसिरिनिरए, थिरे अनाणदुगं ।
नाणन्त्राण दु विगले, मणुए पण नाण ति अनाणा ॥२०॥
ગાથાર્થ ઃ
દેવના ૧૩ દંડક, ગર્ભજ તિર્યંચનો ૧ દંડક અને નારકનો એક દંડક એ ૧૫ દંડકમાં પ્રથમનાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિ જીવોને ૩ જ્ઞાન અને મિથ્યાદષ્ટિ જીવોને ૩ અજ્ઞાન જાણવાં, તેમાં પણ પ્રત્યેક જીવ આશ્રયી વિચારતાં એક જીવને સમકાળે કોઈને અધિજ્ઞાન રહિત ૨ જ્ઞાન હોય તો કોઈને અવધિજ્ઞાન સહિત ૩ જ્ઞાન હોય છે. પરંતુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે તો દરેક સમ્યગ્દષ્ટિ છદ્મસ્થ જીવને સમકાળે અવશ્ય હોય છે. તે પ્રમાણે મિથ્યાદષ્ટિને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન પણ સમકાળે અવશ્ય હોય છે. અને અવધિજ્ઞાનની લબ્ધિવાળો હોય તો તેવા મિથ્યાર્દષ્ટિને વિભંગજ્ઞાન સહિત ૩ અજ્ઞાન સમકાળે હોય છે.
સ્થાવરના ૫ દંડકમાં દરેક જીવને સમકાળે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. કર્મગ્રંથમાં તો બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયે ૩ દંડકમાં અને વિકલેન્દ્રિયોમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદાન સમ્યક્ત્વ કહ્યું છે.
વિકલેન્દ્રિયના ૩ દંડકમાં ૨ જ્ઞાન અને ૨ અજ્ઞાન હોય છે. પૂર્વ ભવમાં મરણથી અં.મુ પહેલા ઉપશમ સમ્યગ્દષ્ટિ થઈને પુનઃ સમ્યક્ત્વથી પતિત થઈ, સાસ્વાદાન સમ્યક્ત્વ સહિત મરણ પામી, વિકલેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં કિંચત્કાળથી સાસ્વાદાન સમ્યક્ત્વ વર્તતું હોય છે. તેથી તે સાસ્વાદાન સમ્યક્ત્વની અપેક્ષાએ અપર્યાપ્ત અવસ્થામાં વિકલેન્દ્રિયો ૨ જ્ઞાનવાળા કહેવાય છે અને ત્યારબાદ
૩૬૦